<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

ઝઘડા પછી ગર્લફ્રેન્‍ડે હાથની નસ કાપી નાખી : એનું લોહી જોઈને બૉયફ્રેન્‍ડ હાર્ટ-અટેકથી મરી ગયો

ગર્લફ્રેન્‍ડને બચાવી લેવાની વાત કરીને છેલ્લા શ્વાસ લીધા હતા

નવી દિલ્‍હી, તા.૨૧: દિલ્‍હીના જગતપુરીમાં એક એવો બનાવ નોંધાયો હતો જેમાં હાથની નસ કાપનારી ગર્લફ્રેન્‍ડને સારવાર મળી જતાં તે બચી ગઈ હતી, પણ તેને હૉસ્‍પિટલમાં પહોંચાડનારો અર્જુન નામનો બૉયફ્રેન્‍ડ તેનું લોહી જોઈને હાર્ટ-અટૅકથી મળત્‍યુ પામ્‍યો હતો.

કૉલેજમાં લૉનો અભ્‍યાસ કરતી એક યુવતી એક વર્ષ પહેલાં ઑનલાઇન માધ્‍યમથી અર્જુનના સંપર્કમાં આવી હતી અને તેમની વચ્‍ચે રિલેશનશિપ શરૂ થઈ હતી. તેઓ જોકે વારંવાર ઝઘડો પણ કરતાં હતાં. અર્જુન બરાબર નોકરી કરતો નહોતો અને તેને પાર્ટીઓ કરવાનો શોખ હોવાથી મોટા ભાગના ઝઘડા થતા હતા.

શુક્રવારે રાત્રે તેમની વચ્‍ચે ઝઘડો થયો હતો અને યુવતીને અર્જુનના સગા સાથે પણ ઝઘડો થયો હતો. યુવતીએ ઘરે જઈને તેના હાથની નસ કાપી નાખી હતી અને એનો વિડિયો અર્જુનને વૉટ્‍સઍપથી મોકલી આપ્‍યો હતો. આ વિડિયો જોઈને ગભરાઈ ગયેલો અર્જુન તેને ૨.૪૫ વાગ્‍યે ગુરુ તેગબહાદુર હૉસ્‍પિટલમાં લઈ ગયો હતો અને તેના પર ઉપચાર શરૂ થયા હતા, પણ આ ઘટનાથી વિચલિત થયેલા અર્જુનને હાર્ટ-અટૅક આવ્‍યો. ગર્લફ્રેન્‍ડને બચાવી લેવાની વાત કરીને છેલ્લા શ્વાસ લીધા હતા. તેને હાર્ટ-અટૅક આવ્‍યો હતો. ઑટોપ્‍સી કરીને તેના મળતદેહને પાછો આપવામાં આવ્‍યો હતો. પોલીસે તેની ગર્લફ્રેન્‍ડનું સ્‍ટેટમેન્‍ટ લીધું નથી.

(4:29 PM IST)