હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જમ્મુ-કાશ્મીરમાં બિન કાશ્મીરીઓ આતંકીઓના નિશાના ઉપરઃ સીલસીલો યથાવત
૩૭૦મી કલમ હટાવ્યા બાદ પણ હત્યાઓની ઘટનાઓ થંભી નથી

(સુરેશ દુગ્ગર દ્વારા)જમ્મુ,તા. ૨૧: સોનમર્ગના ગગન નીરમાં છ પ્રવાસીઓ સહિત સાત લોકોની હત્યા કાશ્મીરમાં પહેલીવાર નથી થઈ કાશ્મીરમાં ચારથી આતંકવાદ શરૂ થયો છે ત્યારથી ઙ્કવાસી નાગરિક હંમેશા આતંકીઓના નિશાના ઉપર રહ્યા છે તેનું કારણ એ છે કે આતંકીઓની નજરમાં આ પ્રવાસી કાશ્મીરની ડેમોગ્રાફીને બદલવાની કહેવાતા ષડયંત્ર હેઠળ કાશ્મીર આવ્યા છે.
કલમ ૩૭૦ હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં બે કટકા કરી તેને કેન્દ્રશાસિત પ્રદેશમાં બદલી દીધા હોવા છતાં પણ આ પ્રકારના હુમલાઓ અને હત્યાઓમાં કોઈ ઘટાડો નથી થયો તે અવિરત રૂપે ચાલુ છે.
આતંકીઓએ ચાર દિવસ પહેલા એક ગેસ્થાનિક યુવક અશોક ચૌહાણની શોપિયામાં ગોળી મારી હત્યા કરી હતી. તે બિહારથી જમ્મુ કાશ્મીર મજૂરી કરવા આવ્યો હતો. તેનો મળતદેહ શંકાસ્પદ સ્થિતિમાં મળ્યો હતો. આવી જ રીતે ૮ એપ્રિલના રોજ દક્ષિણ કાશ્મીરના સોપિયા જિલ્લાના પદપાવનમાં આતંકીઓએ એક બિન કાશ્મીરી સ્થાનીય ડ્રાઇવર રંજિતસિંહને પણ ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. તે દિલ્હીનો રહેવાસી હતો.
જ્યારે ૧૭ એપ્રિલના રોજ બિહારના પ્રવાસી સંકર શાહની પણ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ સિલસિલો થમી નથી રહ્યો કેમકે આતંકીઓએ શ્રીનગરમાં સાત ફેબ્રુઆરીએ અબ્બા કદલ વિસ્તારમાં શિખ સમુદાયના બે લોકોને ગોળી મારી હતી. મળતકો અમળતસરના રહેવાસી હતા.
ગત વર્ષે પણ આ સિલસિલો ચાલુ જ રહ્યો હતો જેમાં ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ પુલવામાં માં એક કાશ્મીરી પંડિત સંજય શર્મા ની હત્યા કરવામાં આવી હતી. તે પોતાના ગામમાં ગાર્ડનું કામ કરતો હતો. સવારના સમયે ડ્યુટીથી ફરતી વખતે આતંકીઓએ તેના ઉપર ફાયરિંગ કર્યું હતું. જ્યારે ગત વર્ષે મેમાં પણ અનંત નાગમાં આવી જ રીતે એક નાગરિકની હત્યા કરી દેવામાં આવી હતી.ઉપરાંત ૨૦૨૨ માં પણ પ્રવાસી નાગરિકો માટે વરસ ભારે સાબિત થયું હતું જેમાં સોપિયા સહિતની જગ્યાઓએ આતંકીઓએ બિન કાશ્મીરી લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
