<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

ભારતની ડીજીટલ ક્રાંતિ દુનિયા માટે ઉદાહરણ રૂપઃ નોબેલ વિજેતા અર્થશાસ્‍ત્રીએ પી.એમ. મોદીના કર્યા વખાણ

 

 

નવી દિલ્‍હી તા. ર૧: નોબેલ પુરસ્‍કાર વિજેતા અર્થશાષાી પોલ માઇકલ રોમરે ભારતની ડીજીટલ ક્રાંતિના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે ભારત સરકારે તેના માધ્‍યમથી લોકોના જીવનને સરળ બનાવ્‍યું છે એટલું જ નહીં, દુનિયા સમક્ષ એક ઉદાહરણ પણ રજુ કર્યું છે. વડાપ્રધાન મોદીએ ડીજીટલ ઇન્‍ડીયા પહેલને ૧ જુલાઇ ૧૯૧પ એ લોંચ કરી હતી, જેનો ઉદ્દેશ ગ્રામ્‍ય વિસ્‍તારોને હાઇસ્‍પીડ ઇન્‍ટરનેટ નેટવર્ક જોડવાનો અને ડીજીટલ સાક્ષરતામાં સુધારો લાવવાનો છે.

ભારતના પ્રવાસે આવેલા નોબલ પુરસ્‍કાર વિજેતાએ સામાન્‍ય લોકો સુધી ડીજીટલ પહોંચને આગળ વધારવા અને તેને દેશના દરેક ખૂણા સુધી પહોંચાડવા માટે મોદી સરકારના વખાણ કર્યા. તેમણે કહ્યું કે ભારતની ડીજીટલ ક્રાંતિ બહુ રસપ્રદ છે કેમકે તેનો ઉપયોગ સરકાર તરફથી સમાજના બધા વર્ગોને લાભ પહોંચાડવા માટે થઇ રહ્યો છે. તે દુનિયાના મોટા ભાગના દેશોથી બહુ અલગ છે, જેમાં થોડા લોકોને જ લાભ મળતો હોય છે. ભારતની વાત અનોખી છે કેમકે અહીં બધાને તેનો લાભ મળે છે.

(3:21 PM IST)