<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

ક્રાઇમ પેટ્રોલની અભિનેત્રી શબરીનની બાળકના અપહરણમાં ધરપકડઃ લગ્ન માટે તૈયાર નહોતો પ્રેમીનો પરિવારઃ પ્રેમીના ભત્રીજાનું કર્યું અપહરણ

ઠાણે તા. ર૧: ક્રાઇમ પેટ્રોલ સ્‍પીયલમાં કામ કરીને લોકોને અપરાધ સામે જાગૃત કરનાર અભિનેત્રી શબરીન પોતે સળીયા પાછળ પહોંચી ગઇ છે. શબરીનનો બ્રજેશસિંહ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો, પણ બ્રજેશનો પરિવાર લગ્ન માટે રાજી નહોતો. આનાથી નારાજ શબરીને તેમને સબક શીખવવા માટે બ્રજેશના સાડા ત્રણ વર્ષના ભત્રીજાનું અપહરણ કર્યું હતું.

મહારાષ્‍ટ્રની પાલઘર પોલીસે શબરીનની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્‍યું કે શનિવારે પ્રિંસ રોજની જેમ શાળાએ ગયો હતો. સવારે લગભગ ૧૧ વાગ્‍યે શબરીન ત્‍યાં પહોંચી હતી અને તેને દવા આપવાનું બહાનું બતાવીને તેને સાથે લઇને ચાલી ગઇ. બાળક શબરીનને પહેલાથી ઓળખતો હતો એટલે તે તેની સાથે જતો પણ રહ્યો.

બપોર સુધી પ્રિંસ જયારે ઘેર પાછો ના આવ્‍યો તો પરિવારે શાળામાં પૂછપરછ કરી ત્‍યાંથી ખબર પડી કે બાળકને એક મહિલા લઇ ગઇ છે એટલે પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ લોકેશનના આધારે શબરીનની ભાળ મેળવી અને પ્રિંસને નૈગાંવના ફલેટમાંથી મુકત કરાવ્‍યો.

(3:33 PM IST)