<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

આધુનિક રાજનીતિના ચાણકય ગણાતા કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહનો કાલે જન્‍મદિન

રાજકોટઃ ભારતના ગૃહ અને સહકાર વિભાગના મંત્રી તેમજ ભાજપના તાકાતવાન નેતા શ્રી અમિતભાઇ શાહનો જન્‍મ ૨૨ ઓકટોબર ૧૯૬૪ના દિવસે થયેલ આવતીકાલે  ૬૧ માં વર્ષમાં પ્રવેશ કરશે તેઓ આધુનિક રાજનીતિના ચાણકય ગણાય છે.

અમિતભાઇ શાહ બાળપણમાં મહાન રાષ્‍ટ્રવાદીઓના જીવન ચરિત્રથી પ્રેરણા લઈને તેમણે માતળભૂમિની સેવા કરવાનું અને રાષ્‍ટ્રની પ્રગતિમાં યોગદાન આપવાનું સ્‍વપ્‍નું જોયું હતું. તેથી જ ૧૯૮૦ માં ૧૬ વર્ષની ઉંમરે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘની વિચારધારાથી પ્રેરિત થઈને તેઓ સંઘમાં જોડાયા અને સંઘના સ્‍વયંસેવક બન્‍યા. તેમજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર બન્‍યા અને સક્રિય પણે સંસ્‍થાકીય પ્રવળતિઓમાં ભાગ પણ લીધો. ૧૯૮૨ માં તેમને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ગુજરાત એકમના સંયુક્‍ત સચિવ બનાવવામાં આવ્‍યા હતા. તેઓએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં ચાર વર્ષથી વધુ સમય કાર્ય કર્યું હતું.

૧૯૮૭માં અમિતભાઇ શાહ ભારતીય જનતા પાર્ટીની સ્‍ટુડન્‍ટ વિંગ ભારતીય જનતા યુવા મોરચામાં જોડાયા અને અહીંથી તેમની રાજકીય કારકિર્દી શરૂઆત થઈ. ૧૯૮૯ માં તેમને અમદાવાદ શહેર ભાજપના મંત્રી બનાવવામાં આવ્‍યા. તેમણે શ્રી રામ જન્‍મભૂમિ આંદોલન અને એકતા યાત્રાના પ્રચારની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી. આ દરમિયાન તેઓ શ્રી લાલકળષ્‍ણ અડવાણી સાથે લાંબા સમય સુધી સંપર્કમાં રહ્યા. ૧૯૯૫ માં તેઓ ગુજરાતના રાજય નાણા નિગમના અધ્‍યક્ષ બન્‍યા હતા.

અમિતભાઇ શાહને પહેલીવાર ૧૯૯૭ માં ભાજપના ઉમેદવાર તરીકે સરખેજ વિધાનસભા બેઠકમાં  જીત મેળવી હતી. વર્ષ ૨૦૦૦ માં માત્ર ૩૬ વર્ષની ઉંમરે અમિત શાહ અમદાવાદ જિલ્લા સહકારી બેંકના યુવા ચેરમેન બન્‍યા અને  પ્રથમ વખત ૨૦૦૨માં મંત્રી તરીકે શપથ લીધી. ૨૦૦૬ માં તેઓ ગુજરાત ચેસ એસોસિએશનના પ્રમુખ બન્‍યા હતા, ત્‍યારબાદ ૨૦૦૯ માં અમદાવાદ સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને ગુજરાત રાજ્‍ય  ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ બન્‍યા હતા.

૨૦૧૪ ની લોકસભા ચૂંટણી પહેલા અમિતભાઇ શાહને બીજેપીના રાષ્‍ટ્રીય મહાસચિવ અને ૮૦ સાસંદો ધરાવતા ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવ્‍યા. ત્‍યારે ઉત્તર પ્રદેશમાં ભાજપે ૮૦ માંથી ૭૩ લોકસભા બેઠકો પર જીત મેળવી હતી. ૨૦૧૪ ની ચૂંટણીમાં બીજેપીની ભારે બહુમતીથી જીત થઈ અને દેશમાં ભાજપની સરકાર આવી. શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ભારતના વડાપ્રધાન બન્‍યા અને જુલાઈ ૨૦૧૪ માં તેઓને ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ તરીકે નિયુક્‍ત કર્યા. માત્ર ૪૯ વર્ષની ઉમરે તેઓ પાર્ટીના સૌથી યુવા અધ્‍યક્ષ બન્‍યા હતા. ૨૦૧૯ ની ચૂંટણીમાં અમિતભાઇ શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડ્‍યા અને એલ.કે.અડવાણીના ૪.૮૩ લાખ મતોના રેકોર્ડને તોડીને ૫ લાખથી પણ વધુ મતોના માર્જિનથી જીત મેળવી હતી. ૩૦ મે ૨૦૧૯ એ મોદી સરકારમાં તેઓ એ કેન્‍દ્રીય ગળહમંત્રી  તરીકે શપથ લીધી હતી અને ૧૭ જૂન ૨૦૧૯ ના રોજ લોકસભાના સભ્‍ય તરીકે શપથ લીધી. ૨૦૨૧ માં તેઓએ સહકાર મંત્રી તરીકેનો હોદ્દો સંભાળ્‍યો. અમિતભાઇ શાહ ભાજપના મુખ્‍ય વ્‍યૂહરચનાકાર અને વડા પ્રધાન મોદીના નજીકના સહયોગી છે. ૨૦૨૪માં ફરી ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાંથી સાંસદ તરીકે ચુંટાયા છે. ફોન નં. ૦૧૧-ર૩૦૯ર૪૬ર અને ર૩૦૯૪૬૮૬ નવી દિલ્‍હી.

(3:52 PM IST)