હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના IPOનું કાલે લિસ્ટીંગ થશે :જાણો કંપનીના શેરોનું કેટલું છે પ્રીમિયમ
રિટેલ સેગમેન્ટમાં 0.50 ગણો ભરાયો.નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર સેગમેન્ટમાં 0.60 ગણો તથા QIB કેટેગરીમાં 6.97 ગણો ભરાયો હતો

મુંબઈ :હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડના પ્રારંભિક જાહેર ભરણા (IPO) હેઠળના ઈક્વિટી શેરોનું આવતીકાલે ભારતીય શેરબજારમાં લિસ્ટીંગ થવા જઈ રહ્યું છે. વર્તમાન સમયમાં કંપનીના શેરોનું 4.85 ટકા પ્રીમિયમથી કામકાજ થઈ રહ્યું છે.
જે એકંદરે સંકેત આપે છે કે રોકાણકારોને લિસ્ટીંગથી લાભ થશે. અત્રે ઉલ્લેખનીય છે ગયા સપ્તાહે GMP 2 ટકા માઈનસ થઈ ગયું હતું, જે હવે એકંદરે હકારાત્મક સ્થિતિ ધરાવે છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) પ્રમાણે આ શેરોનું આવતીકાલે એટલે કે 22મી ઓક્ટોબરના રોજ આશરે 5 ટકા પ્રીમિયમથી લિસ્ટીંગ થઈ શકે છે.
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનું જાહેર ભરણું કે જે 15મી ઓક્ટોબર અને 17મી ઓક્ટોબર વચ્ચે ખુલ્યો હતો. અને તે 2.37 ગણો ભરાયો હતો. રિટેલ સેગમેન્ટમાં 0.50 ગણો ભરાયો હતો અને નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર સેગમેન્ટમાં 0.60 ગણો તથા QIB કેટેગરીમાં 6.97 ગણો ભરાયો હતો.
રૂપિયા 27,870.20 કરોડનું જાહેર ભરણું કે જે સંપૂર્ણપણે ઓફર-ફોર-સેલ (OFS)અને દક્ષિણ કોરિયાની મુખ્ય કંપની તેનો કેટલોક હિસ્સો વેચી રહી છે. 9,97,69,810 શેરની ઓફર સામે 23,63,26,818 શેર માટે અરજી મળી છે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનું જાહેર ભરણુ ભારતનું સૌથી મોટું જાહેર ભરણું છે અને તે LICના 21 હજાર કરોડના ભરણા કરતાં મોટું ભરણુ છે. અને તે હવે ભારતનું સૌથી મોટુ જાહેર ભરણું બની ગયેલ છે. આ કંપની આ IPO માટે શેરદીઠ રૂપિયા 1,865થી રૂપિયા 1,960 કિંમત નક્કી કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
