News of Monday, 21st October 2024
ચાંદીમાં તોતિંગ ઉછાળો :કિલોએ એક લાખની નજીક પહોંચી: સોનામાં પણ તેજીની આગેકૂચ
દિલ્હી ખાતે ચાંદીના કીલો દીઠ ભાવ રૂપિયા 5,000 વધીને રૂપિયા 99,500 થયા

નવી દિલ્હી :તહેવારોની સિઝન વચ્ચે ભારતીય જ્વેલરી માર્કેટમાં બન્ને કિંમતી ધાતુના ભાવોમાં તેજીનો દોર આગળ વધ્યો છે. સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 80,000ને પાર પહોંચ્યા છે. જ્યારે ચાંદી હવે એક લાખની સપાટીથી ફક્ત રૂપિયા 500 દૂર છે.
દિલ્હી ખાતે ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 80,650 પહોંચી ગયા છે. જે ગત શુક્રવારે રૂપિયા 79,900 હતા. આ ઉપરાંત ચાંદીમાં પણ વિક્રમજનક ઉછાળો આવ્યો છે અને દિલ્હી ખાતે ચાંદીના કીલો દીઠ ભાવ રૂપિયા 5,000 વધીને રૂપિયા 99,500 થયા છે.
ચાંદીમાં સતત ચોથા દિવસે તેજી રહી છે. અગાઉના કામકાજના સત્રમાં ચાંદી રૂપિયા 94,500 હતી. આ દરમિયાન દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 750 વધી રૂપિયા 80,250 થયા છે. જે અગાઉ રૂપિયા 79,500 હતા.
દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. અમદાવાદ 10 ગ્રામ સોનુ (99.9) રૂપિયા 400 વધીને રૂપિયા 80,700 અને અમદાવાદ 10 ગ્રામ દીઠ સોનુ (99.5) રૂપિયા 400 વધી રૂપિયા 80,500 રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 1,500 વધી રૂપિયા 97000 રહ્યો છે
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
