<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

દિવાળી અને છઠ પૂજા માટે 6500થી વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે:રેલવેએ જાહેર કરી યાદી: વાંચો ફટાફટ

ટ્રેન 30 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર 2024 સુધી ચલાવાશે સાથે જ કેટલીક ટ્રેનોમાં જનરલ કોચ પણ વધારાયા

નવી દિલ્હી :દેશભરમાં દિવાળી અને છઠ પૂજાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. એક તરફ, કરોડો લોકો તેમના ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે અને બીજી તરફ, રેલવે તેમને ઘરે પહોંચાડવાની તૈયારીઓ કરી રહ્યું છે.

દિવાળી અને છઠ પૂજા માટે લોકો સમયસર તેમના ઘરે પહોંચી શકે તેની ખાતરી કરવા માટે, રેલવેએ હજારો વિશેષ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે.કેટલીક ખાસ ટ્રેનોનું લિસ્ટ છે  તહેવાર દરમિયાન ઘરે જવા માટે બુકિંગ કરાવી શકો છો

આ તહેવારોની સિઝનમાં, ભારતીય રેલવેએ તમામ મુસાફરો માટે સરળ અને સુવિધાજનક મુસાફરી સુનિશ્ચિત કરવા માટે 6,500થી વધુ તહેવાર વિશેષ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. રેલવેએ કહ્યું કે તહેવારો દરમિયાન મુસાફરો સમયસર તેમના ઘરે પહોંચી શકે તે માટે વિશેષ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. આ ટ્રેન 30 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર 2024 સુધી ચલાવવામાં આવશે. સાથે જ કેટલીક ટ્રેનોમાં જનરલ કોચ પણ વધારવામાં આવ્યા છે

છઠ અને દિવાળીને ધ્યાનમાં રાખીને રેલવેએ બિહાર માટે બે સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. વંદે ભારત અને તેજસ એક્સપ્રેસ તહેવાર પર બિહારના લોકોને ઘરે લઈ જશે. બિહાર માટે વંદે ભારત એક્સપ્રેસ નવી દિલ્હીથી 30 ઓક્ટોબરથી ચાલશે. જ્યારે, તેજસ એક્સપ્રેસ નવી દિલ્હીથી 29 અને 31 ઓક્ટોબરે ચલાવવામાં આવશે.

તહેવારોની સિઝન દરમિયાન જે ટ્રેનો ચલાવવામાં આવશે તેમાં અમદાવાદથી બરૌન જતી ટ્રેન નંબર 09413, અમદાવાદથી આગ્રા કેન્ટની ટ્રેન નંબર 04166, અમદાવાદથી પટના જતી ટ્રેન નંબર 09447, ટ્રેન નંબર 09465 અમદાવાદથી દરભંગા, ટ્રેન નંબર 09405 સાબરમતીથી પટના અને ટ્રેન નંબર 09421 સાબરમતીથી સીતામઢી સુધી દોડાવવામાં આવી રહી છે.

(9:45 PM IST)