<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

રેડિયો ટાવર સાથે અથડાયા બાદ હેલિકોપ્ટર ક્રેશ: ચાર લોકોએ જીવ ગુમાવ્યો:ઘટના CCTV માં કેદ

અકસ્માત દરમિયાન ઈમારતમાં મોટો વિસ્ફોટ થયો અને ઈમારત ધરાશાયી થઈ ગઈ.

અમેરિકાના હ્યુસ્ટનમાં રવિવારે એક ભયાનક અકસ્માત થયો. ટેક્સાસ રાજ્યના સૌથી મોટા શહેરમાં એક હેલિકોપ્ટર રેડિયો ટાવર સાથે અથડાયું હતું. અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. હ્યુસ્ટનના મેયર જ્હોન વ્હાઇટમારે અકસ્માતની પુષ્ટિ કરી છે. 

  જોન વ્હાઇટમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે હેલિકોપ્ટર રવિવારે રાત્રે ક્રેશ થયું હતું. આ અકસ્માત દરમિયાન ઈમારતમાં મોટો વિસ્ફોટ થયો અને ઈમારત ધરાશાયી થઈ ગઈ. હ્યુસ્ટનના મેયરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અકસ્માત બાદ તમામ સ્થાનિક રહેવાસીઓ સુરક્ષિત છે, પરંતુ દુર્ઘટના સ્થળની સ્થિતિ ભયંકર છે. 

સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ હ્યુસ્ટન પોલીસ ચીફ નોહ ડિયાઝને ટાંકીને જણાવ્યું હતું કે અકસ્માતમાં માર્યા ગયેલા લોકો રોબિન્સન આર44 હેલિકોપ્ટરમાં સવાર હતા. ડિયાઝે કહ્યું કે આજે રાત્રે એક દુ:ખદ ઘટના બની છે, જેમાં લોકોએ જીવ ગુમાવ્યા છે. 

મેયરે જણાવ્યું હતું કે જે હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યું હતું તેણે એલિંગ્ટન એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. જો કે, તેના ગંતવ્ય વિશે વધુ જાણીતું નથી. હાલ આ અકસ્માતની તપાસ ચાલી રહી છે અને હજુ સુધી મૃતકની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

(9:48 PM IST)