<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

ઝારખંડ વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી: જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

અજય કુમારને જમશેદપુર પૂર્વથી ટિકિટ:હરદગાથી રામેશ્વર ઓરાંને અને ઝરિયાથી પૂર્ણિમા નીરજ સિંહ, જમશેદપુર પશ્ચિમથી બન્ના ગુપ્તા અને બર્મોથી જયમંગલ સિંહને ઉમેદવાર બનાવ્યા

નવી દિલ્હી :કોંગ્રેસે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. 21 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. અજય કુમારને જમશેદપુર પૂર્વથી ટિકિટ આપવામાં આવી છે. તેઓ રાજ્યમાં કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. લોહરદગાથી રામેશ્વર ઓરાંને ટિકિટ આપવામાં આવી છે. ઝરિયાથી પૂર્ણિમા નીરજ સિંહ, જમશેદપુર પશ્ચિમથી બન્ના ગુપ્તા અને બર્મોથી જયમંગલ સિંહને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે જામતારાથી ઈરફાન અંસારીને ટિકિટ આપી છે. જ્યારે મહાગામાથી દીપિકા પાંડે સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

(12:24 AM IST)