<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

સુકેશ ચંદ્રશેખરે જેલમાંથી કરણ જોહરને આપી મોટી ઓફર:જેકલીન ફર્નાન્ડિસનો પણ ઉલ્લેખ

સુકેશે અનંતમ લીગલ નામની લો ફર્મ દ્વારા ભારતની સૌથી મોટી જેલમાંથી 'લેટર ઓફ ઈન્ટેન્ટ' મોકલ્યો

નવી દિલ્હી :દિલ્હીની તિહાર જેલમાં બંધ મોટા ઠગ સુકેશ ચંદ્રશેખરે નિર્માતા કરણ જોહરને પત્ર લખીને મોટી ઓફર આપી છે. તેણે ધર્મ પ્રોડક્શનમાં રસ દાખવ્યો છે અને તેમાં 50-70 ટકા હિસ્સો ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં સુકેશે અનંતમ લીગલ નામની લો ફર્મ દ્વારા ભારતની સૌથી મોટી જેલમાંથી 'લેટર ઓફ ઈન્ટેન્ટ' મોકલ્યો છે.

   આ અંગે સુકેશ ચંદ્રશેખરે કહ્યું છે કે તે ધર્મા પ્રોડક્શન સાથે મળીને કામ કરવા માંગે છે અને તેને નવી ઉંચાઈઓ પર લઈ જવા માંગે છે. તેણે કહ્યું છે કે તે ધર્મા પ્રોડક્શન માટે શેર ખરીદવા માંગે છે અને જો કરણ ચૌહર શરતો માટે સંમત થશે તો આગામી 48 કલાકમાં પૈસા પણ ટ્રાન્સફર કરવામાં આવશે. અને તેને 'નો-નેગોશિયેશન' ઓફર ગણાવી અને કહ્યું કે જો શરતો સંમત થાય તો ટ્રાન્ઝેક્શન 48 કલાકમાં પૂર્ણ થઈ શકે છે.

   સુકેશે પત્રમાં લખ્યું છે કે, મારા માટે ફિલ્મો માત્ર બિઝનેસ નથી, પરંતુ એક પેશન અને ઈમોશન છે. હું પોતે ફિલ્મોનો શોખીન છું. તેમણે કહ્યું કે આ પ્રસ્તાવ એશિયાની સૌથી મોટી જેલમાંથી આવી રહ્યો છે, પરંતુ સારી વસ્તુઓ અસાધારણ પરિસ્થિતિઓ, જગ્યાઓ અને લોકોથી જ થાય છે. સુકેશે પોતાના પત્રમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસનો પણ ઉલ્લેખ કર્યો છે. કરણ જોહરના વખાણ કરતા સુકેશે કહ્યું કે, મારા જીવનનો પ્રેમ જેકલીન પણ તમારું ઘણું સન્માન કરે છે. 

   તેણે કહ્યું, હું અને મારો પરિવાર ધર્મા પ્રોડક્શનના મોટા પ્રશંસક છીએ. મારા જીવનનો પ્રેમ, જેકલીન ફર્નાન્ડિસ પણ તમારું ઘણું સન્માન કરે છે. તમે પણ તેને સારી રીતે જાણો છો. આવી સ્થિતિમાં તમારી કંપનીમાં હિસ્સો લેવો એ મારા માટે સન્માનની વાત હશે 

   સુકેશે તેમના પત્રમાં એમ પણ જણાવ્યું હતું કે તેમના નાણાકીય સલાહકારે તેમને કહ્યું હતું કે ધર્મા પ્રોડક્શન્સ રોકાણની શોધમાં છે અને તેથી સુકેશની કંપની એલએસ હોલ્ડિંગ્સ યોગદાન આપવા માંગે છે.

(12:36 AM IST)