<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

બોલો આ કાકાએ તો પોર્ન સ્‍ટાર મિયા ખલીફા માટે રાખ્‍યો કરવા ચોથનો વ્રતઃ ચંદ્ર જોઈને ઉપવાસ પણ તોડયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

નવી દિલ્‍હી,તા.૨૨: દેશભરમાં ૨૦ ઓક્‍ટોબર રવિવારે કરવા ચોથની ઉજવણી કરવામાં આવી હતી. સામાન્‍ય લોકો સહિત અનેક સેલેબ્‍સે પણ આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવ્‍યો હતો. ગઈકાલે રાતથી જ સોશિયલ મીડિયા પર કરવા ચોથની ઉજવણીની અનેક તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જોકે હાલમાં એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકો કહી રહ્યા છે કે આ રીતે કદીયે કોઈએ પણ કરવા ચોથની ઉજવણી નહીં કરી હશે. તો ચાલો જોઈએ શું છે આ વાયરલ પોસ્‍ટ.

કરવા ચોથના આ દિવસે ભારતીય મહિલાઓ વહેલી સવારે ૪ થી ૫ વાગ્‍યાની વચ્‍ચે સરગી લીધા પછી આખો દિવસ ઉપવાસ રાખે છે અને પછી સાંજે, ચંદ્ર દેખાયા પછી છન્ની (ચાળણી) વડે ચંદ્રને જુએ છે અને પછી તેમના પતિનો ચહેરો જોઈને પાણી પિયને પોતાનો ઉપવાસ તોડે છે. મોટાભાગના કિસ્‍સાઓમાં, પતિઓ પત્‍નીના હાથમાંથી પાણી અથવા ખોરાક ખાય છે. ઘણા પુરૂષો પણ તેમની પત્‍નીઓ સાથે ઉપવાસ કરતા જોવા મળે છે. જોકે એક વૃદ્ધનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વૃદ્ધ વ્‍યક્‍તિએ પોર્ન સ્‍ટાર મિયા ખલીફા સાથે કરવા ચોથ ઉજવણી હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે.

આ વૃદ્ધનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે એક ઘરની છત પર વૃદ્ધ ઊભો છે અને તેમના હાથમાં એક હાથમાં ચાળણી, બીજા હાથમાં પાણીનો ગ્‍લાસ છે. તે બાદ આ વ્‍યક્‍તિ મંગલદીપને ફરીથી ચાળણીમાં મૂકે છે અને તે પછી ચાળણીમાંથી ચંદ્ર જોયા બાદ વૃદ્ધે તેને ફેરવીને દિવાલ તરફ જોઈ રહ્યો છે. જે દીવાલ તરફ આ વ્‍યક્‍તિ જુવે છે તે દીવાલ પર પોર્ન સ્‍ટાર મિયા ખલીફાની તસવીર ચોંટાડેલી દેખાઈ રહી છે અને આ તસવીર નીચે ધૂપ પણ દેખાઈ રહ્યો છે.

આ વીડિયો ‘ગુરુ જી' નામના એક X એકાઉન્‍ટ પર પોસ્‍ટ કરવામાં આવ્‍યો હતો. કરવા ચોથનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પહેલાથી જ વાયરલ થયો છે જેથી તેને હજારો લાઈક્‍સ અને કોમેન્‍ટ્‍સ મળી રહ્યા છે. ઘણા નેટીઝન્‍સે મજાકમાં વિવિધ કોમેન્‍ટ્‍સ પણ કરી હતી. આ વીડિયો ક્‍યાં અને કેટલો જૂનો કે નવો છે તે બાબતે માહિતી મળી શકી નથી જોકે આ વીડિયો લોકોને ખૂબ જ ફની લાગ્‍યો છે. એક નેટીઝને વીડિયોના કોમેન્‍ટ સેક્‍શનમાં લખ્‍યું છે કે, ‘આટલો પ્રેમ જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા.' કોઈએ ફરી મિયા ખલીફાની રડતી તસવીર પોસ્‍ટ કરી છે. કોઈએ મજાકમાં વૃદ્ધાને લખ્‍યું, ‘તમને ખૂબ ખૂબ શુભકામનાઓ કરવા ચોથ.' કોઈની ટિપ્‍પણી,‘આ ચંદ્રએ સમય બદલી નાખ્‍યો છે...'. આવી અનેક કોમેન્‍ટ્‍સ પણ આવી છે.

(9:53 AM IST)