<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

જેઇઇ મેઇન્‍સમાં સેક્‍શનમાં બીમાં અપાતા વૈકલ્‍પિક પ્રશ્‍નો હવે બંધ કરી દેવાયા

સેક્‍શન બીમાં હવે ૧૦ને બદલે પ્રશ્‍નો ફરજિયાત, નવી પેટર્ન આગામી પરીક્ષાથી

નવી દિલ્‍હી,તા. ૨૨: નેશનલ ટેસ્‍ટિંગ એજન્‍સી દ્વારા આગામી વર્ષે લેવાનારી જેઈઈ મેઈન્‍સની પરીક્ષા માટે એક્‍ઝામ પેટર્નમાં ફેરફાર કર્યો છે. જેમાં સેક્‍શન બીમાં વૈકલ્‍પિક પ્રશ્નો બંધ કરાયા છે. આ પેટર્ન પેપર-૧, પેપર ૨-ખ્‍ અને પેપર 2-B ત્રણેય માટે લાગુ પડશે.

એનટીએ દ્વારા શનિવારે એક નોટિફિકેશન બહાર પાડી આ અંગે જાહેરાત કરી હતી. નોટિફિકેશનલી કરેલી જાહેરાત મુજબ કોરોના સમયમાં સેક્‍શન બીમાં આપવામાં આવતા વૈકલ્‍પિક પ્રશ્નો બંધ કરવામાં આવે છે. જેના કારણે હવે વિદ્યાર્થીઓએ સેક્‍શન બીમાં ૫ સવાલોના ફરજિયાત જવાબ આપવાના રહેશે. અગાઉ કોરોના સમયે સેક્‍શન બીમાં વિદ્યાર્થીઓને ૫ પ્રશ્નો વૈકલ્‍પિક તરીકે અપાયા હતા. એટલે કે વિદ્યાર્થીએ ૧૦માંથી કોઈ પણ ૫ સવાલના જવાબ લખવાના હોય છે. જોકે હવે આગામી પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે વૈકલ્‍પિક પ્રશ્નો બંધ કરાતા ફરજિયાત પ સવાલોના જવાબ આપવા પડશે. આ અંગે એક્‍સપર્ટનું કહેવું છે વું છે કે, નવી પેટર્નથી વિદ્યાર્થીઓના કટઓફમાં ઘટાડો થશે. અને રેન્‍ક મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્‍યા પણ ઘટશે. નવી પેટર્ન પ્રમાણે સેક્‍શન એમાં ૨૦ પ્રશ્નો MCQ અને સેક્‍શન બીમાં ફરજિયાત ૫ પ્રશ્નો રહેશે. આ નવી પેટર્ન પેપર ૧ (બીઈ/બીટેક), પેપર 2-A(બી.આર્ક) અને પેપર 2-B (બી.પ્‍લાનિંગ) ત્રણેય માટે લાગુ પડશે.(૨૨.૨)

વિદ્યાર્થીઓને ફાયદો અને ગેરફાયદો પણ થશે

નવી પેટર્નથી વિદ્યાર્થીઓનો જે વૈકલ્‍પિક પ્રશ્નો વાંચવામાં સમય બગડતો હશે તે ઓછો થશે. તો બીજી તરફ નવી પેટર્નથી ગેરફાયદો પણ થશે. જો એક સવાલ ન આવડતો હોય તો વિદ્યાર્થી વૈકલ્‍પિક સવાલમાંથી જવાબ લખી શકતો હતો. જોકે ૫ પ્રશ્નો ફરજિયાત કરતા વિદ્યાર્થી પાસે કોઈ વિકલ્‍પ નહીં રહે. જેની સીધી અસર પરિણામ પર જોવા મળી શકે છે. કદાચ આ વખતે ફુલ માર્ક્‍સ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્‍યા ઘટી પણ જાય અને કટઓફ પણ ઓછું થાય તેવી શક્‍યતા છે.

- મહેશ શ્‍યાણી (આશાદીપ IIT)

SATHEE પોર્ટલ પર ફ્રીમાં તૈયારી કરી શકાશે

નવી શિક્ષણનીતિ હેઠળ તમામ વિદ્યાર્થીઓને સમાન તક મળી રહે તે માટે નેશનલ કાઉન્‍સિલ ઓફ એજયુકેશનલ રિસર્ચ એન્‍ડ ટ્રેનિંગ દ્વારા SATHEE પોર્ટલ લોન્‍ચ કરવામાં આવ્‍યું છે. જેમાં વિદ્યાર્થીઓ IIT-JEE, NEET, SSC જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી ફ્રીમાં કરી શકશે. આ માટે વિદ્યાર્થીએ પોર્ટલ પર રજિસ્‍ટ્રેશન કરાવવાનું રહેશે. જેમાં એક્‍સપર્ટ પ્રોફેસર દ્વારા આ પરીક્ષાઓ માટે તૈયારી કરાવવામાં આવશે.

(9:53 AM IST)