<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

દેશના સૌથી મોટા IPO હુન્‍ડાઇનું ડિસ્‍કાઉન્‍ટમાં લિસ્‍ટીંગ

રોકાણકારોનાં નાણા ડુબ્‍યા : ભારે નિરાશા : રિટર્ન આપવામાં નિષ્‍ફળ : BSE પર રૂ.૧.૫% ડિસ્‍કાઉન્‍ટથી રૂ.૧૯૩૧ પર તો NSE પર રૂ.૧૯૩૪ પર નબળુ લિસ્‍ટીંગ : ઇસ્‍યુ પ્રાઇઝ હતી ૧૯૬૦ મોટા ભાગનાં રિટેલ ઇન્‍વેસ્‍ટરો IPO થી દુર રહ્યા હતાઃ છેલ્લો ભાવ ૧૮૪રઃ પ.૯૯ ટકા તુટયોઃ એક શેરે ૧૧૭.૪પની નુકસાની

મુંબઇ, તા.૨૨: કોરિયન કાર ઉત્‍પાદક હ્યુન્‍ડાઈ મોટર ઈન્‍ડિયાનો શેર બોમ્‍બે સ્‍ટોક એક્‍સચેન્‍જ (BSE) પર રૂ.૧૯૩૧ પર આજે સૂચિબદ્ધ થયો છે, જે ઈશ્‍યૂ કિંમત કરતાં ૧.૫% નીચો છે. નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જ (NSE) પર શેર રૂ.૧૯૩૪માં લિસ્‍ટ થયો હતો, જે ઈશ્‍યુ પ્રાઈસ કરતા ૧.૩% નીચે હતો. આ પ્રારંભિક જાહેર ઓફરની ઇશ્‍યૂ કિંમત રૂ.૧૯૬૦ હતી. નાના રોકાણકારોની દહેશત સાચી પડી છે. જેવું વિચાર્યુ હતુ તેવુ જ થયું IPO પ્રાઇઝ બેન્‍ડથી પણ નીચે લીસ્‍ટ થયો છે.

આ IPO ૧૫ ઓક્‍ટોબરથી ૧૭ ઓક્‍ટોબર સુધી બિડિંગ માટે ખુલ્લો હતો. IPOત્રણ ટ્રેડિંગ દિવસોમાં કુલ ૨.૩૭ વખત સબસ્‍ક્રાઇબ થયો હતો. તે રિટેલ કેટેગરીમાં ૦.૫૦ ગણું, ક્‍વોલિફાઈડ ઈન્‍સ્‍ટિટયુશનલ બાયર્સ (QIB)માં ૬.૯૭ ગણું અને નોન-ઈન્‍સ્‍ટિટયુશનલ ઈન્‍વેસ્‍ટર્સ (NII) કેટેગરીમાં ૦.૬૦ ગણું સબસ્‍ક્રાઈબ થયું હતું.જોકે, આ IPO દરમિયાન ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP)માં પણ ભારે વધઘટ જોવા મળી હતી. શરૂઆતમાં, હ્યુન્‍ડાઇ મોટર ઇન્‍ડિયાના શેરનો જીએમપી સપ્‍ટેમ્‍બરના અંતે રૂ.૫૭૦ પર પહોંચ્‍યો હતો, પરંતુ ગયા અઠવાડિયે તે ઝડપથી ઘટીને નકારાત્‍મક થઈ ગયો હતો.

હ્યુન્‍ડાઇ મોટર ઇન્‍ડિયાનો આ ઇશ્‍યૂ કુલ રૂ.૨૭,૮૭૦.૧૬ કરોડનો હતો.. આ માટે, કંપનીના હાલના રોકાણકારોએ ઓફર ફોર સેલ એટલે કે OFS દ્વારા રૂ.૨૭,૮૭૦.૧૬ કરોડના મૂલ્‍યના ૧૪૨,૧૯૪,૭૦૦ શેર વેચ્‍યા હતા. હ્યુન્‍ડાઈએ કોઈ નવા શેર જારી કર્યા નથી.

આ દેશનો સૌથી મોટો IPO છે. અગાઉ, સૌથી મોટા IPOનો રેકોર્ડ LICના નામે હતો, જે રૂ.૨૦,૫૫૭ કરોડનો ઈશ્‍યુ લઈને આવ્‍યો હતો.

હ્યુન્‍ડાઈ મોટર ઈન્‍ડિયા લિમિટેડે આ ઈસ્‍યુની પ્રાઇસ બેન્‍ડ રૂ.૧૮૬૫-રૂ.૧૯૬૦ નક્કી કરી હતી. છૂટક રોકાણકારો ઓછામાં ઓછા એક લોટ એટલે કે ૭ શેર માટે બિડ કરી શકે છે. જો તમે રૂ.૧૯૬૦ના IPOના ઉપલા પ્રાઇસ બેન્‍ડ મુજબ ૧ લોટ માટે અરજી કરી હોત, તો તમારે રૂ.૧૩,૭૨૦નું રોકાણ કરવું પડત.

તે જ સમયે, છૂટક રોકાણકારો વધુમાં વધુ ૧૩ લોટ એટલે કે ૯૮ શેર માટે અરજી કરી શકે છે. આ માટે રોકાણકારોએ અપર -ાઇસ બેન્‍ડ મુજબ રૂ.૧૯૨,૦૮૦નું રોકાણ કરવું પડશે.

Hyundai Motor India ચોથી સૌથી મોટી લિસ્‍ટેડ ઓટો કંપની બની ગઈ છે

હ્યુન્‍ડાઈ મોટર ભારતના શેરબજારમાં લિસ્‍ટેડ થનારી ચોથી સૌથી મોટી ઓટો કંપની બની ગઈ છે. તે મારુતિ-સુઝુકી, ટાટા મોટર્સ, મહિન્‍દ્રા એન્‍ડ મહિન્‍દ્રા પછી ચોથી સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની છે. હ્યુન્‍ડાઈ મોટર ઈન્‍ડિયા મારુતિ પછી દેશની બીજી સૌથી મોટી કાર કંપની છે.

(3:10 PM IST)