<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

પાકિસ્‍તાનમાં હવે સુપ્રિમ કોર્ટ નહિ સંસદ સર્વોપરીઃ વિવાદિત બિલ પાસ : પરોઢ સુધી ચાલી સંસદની કામગીરી

ચીફ જસ્‍ટીશની મુદત ૩ વર્ષની થઇ : સરકાર ધાર્યા નિશાન પાર પાડશે

ઇસ્‍લામાબાદ, તા.૨૨: પાકિસ્‍તાનની નેશનલ એસેમ્‍બલી (સંસદ) એ રાતોરાત ચર્ચા બાદ સોમવારે (૨૧ ઓક્‍ટોબર, ૨૦૨૪) વહેલી સવારે ચીફ જસ્‍ટિસના કાર્યકાળને મર્યાદિત કરતા સુધારેલા બિલને મંજૂરી આપી હતી. સેનેટે રવિવારે બે તળતીયાંશ બહુમતી સાથે ૨૬મા બંધારણીય સુધારા બિલને લીલી ઝંડી આપી દીધી હતી. ત્‍યારબાદ, નેશનલ એસેમ્‍બલીએ પણ રવિવારે મોડી રાત્રે શરૂ થયેલા સત્ર દરમિયાન બિલ પસાર કર્યું હતું અને સોમવારે સવારે ૫ વાગ્‍યા સુધી ચાલ્‍યું હતું.

વિપક્ષનો આરોપ છે કે આ બિલનો હેતુ સ્‍વતંત્ર ન્‍યાયતંત્રની શક્‍તિઓને ઘટાડવાનો છે. નેશનલ એસેમ્‍બલીના ૩૩૬ સભ્‍યોમાંથી ૨૨૫એ પ્રસ્‍તાવિત બિલને સમર્થન આપ્‍યું હતું. રાષ્‍ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પાછળથી બિલને તેમની સંમતિ આપી, જે તેમના હસ્‍તાક્ષર પછી કાયદો બની ગયું.

નેશનલ એસેમ્‍બલી સચિવાલયની સૂચના અનુસાર, ‘બંધારણ (૨૬મો સુધારો) અધિનિયમ, ૨૦૨૪' ને રાષ્‍ટ્રપતિની સંમતિ મળી ગઈ છે. પાકિસ્‍તાન તહરીક-એ-ઈન્‍સાફ (પીટીઆઈ) અને સુન્ની-ઈત્તેહાદ કાઉન્‍સિલ (એસઆઈસી) એ સુધારા બિલનો વિરોધ કર્યો હતો, પરંતુ પીટીઆઈના સમર્થનથી બેઠકો જીતનારા છ અપક્ષ સભ્‍યોએ બિલને સમર્થન આપ્‍યું હતું.

બિલ પસાર કરવા માટે સરકારને ૨૨૪ વોટની જરૂર હતી. સુધારાને મંજૂર કરવા માટે બે-તળતીયાંશ બહુમતી જરૂરી છે અને રવિવારે સેનેટે સુધારાને મંજૂર કરવા માટે ૬૫ થી ચાર મત આપ્‍યા હતા. શાસક ગઠબંધનને સંસદના ઉપલા ગળહમાં ૬૪ સભ્‍યોના સમર્થનની જરૂર હતી.

આ બિલમાં સુપ્રીમ કોર્ટના ત્રણ સૌથી વરિષ્ઠ ન્‍યાયાધીશોમાંથી એકની મુખ્‍ય ન્‍યાયાધીશ તરીકે નિમણૂક કરવા માટે વિશેષ પંચની રચના સહિત અનેક બંધારણીય સુધારાઓનો સમાવેશ થાય છે. સેનેટના આ સત્રમાં બિલ રજૂ કરતાં કાયદા પ્રધાન આઝમ નઝીર તરારે જણાવ્‍યું હતું કે ‘નવા ચહેરાઓ' સાથેના કમિશનમાં મુખ્‍ય ન્‍યાયાધીશ, સર્વોચ્‍ચ અદાલતના ચાર સૌથી વરિષ્ઠ ન્‍યાયાધીશો, બે સેનેટરો અને નેશનલ એસેમ્‍બલીના બે સભ્‍યોનો સમાવેશ થશે. MNA). સેનેટ અને નેશનલ એસેમ્‍બલીના બે-બે સભ્‍યોમાંથી એક-એક વિરોધ પક્ષનો હશે.

આ સુધારા સાથે હાલના મુખ્‍ય ન્‍યાયાધીશની નિવળત્તિ પછી સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્‍યાયાધીશને મુખ્‍ય ન્‍યાયાધીશના પદ પર આપોઆપ પ્રમોશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. સ્‍પીકર અયાઝ સાદીકે ‘રાષ્‍ટ્રીય સભા'માં કાર્યવાહીની અધ્‍યક્ષતા કરી હતી. વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી જારી કરાયેલા એક નિવેદન અનુસાર, કેબિનેટની બેઠક પહેલા, વડાપ્રધાન શહેબાઝ શરીફે પ્રસ્‍તાવિત બંધારણીય સુધારા પર વિગતવાર ચર્ચા માટે રાષ્‍ટ્રપતિ આસિફ અલી ઝરદારીને મળ્‍યા હતા, તેમને માહિતી આપી હતી અને તેમની સલાહ લીધી હતી.

વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે આ સમગ્ર કવાયતનો હેતુ જસ્‍ટિસ મન્‍સૂર અલી શાહની નિમણૂકને રોકવાનો હતો જેથી તેઓ ૨૫ ઓક્‍ટોબરે વર્તમાન ચીફ જસ્‍ટિસ કાઝી ફૈઝ ઈસાની નિવળત્તિ પર ચીફ જસ્‍ટિસ ન બની શકે. પીટીઆઈના નેતા હમ્‍માદ અઝહરે આ સુધારાને ન્‍યાયતંત્રની સ્‍વતંત્રતા પર ઘાતક હુમલો ગણાવ્‍યો અને કહ્યું કે સરકારને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્‍યાયાધીશોની નિમણૂક કરવાનો અધિકાર આપવાથી ન્‍યાયતંત્રનું રાજનીતિકરણ થશે.

પીટીઆઈ નેતા અલી ઝફરે કહ્યું કે તેમની પાર્ટીના સાંસદોને તેની તરફેણમાં મતદાન કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટીના સાંસદો ગેરહાજર હતા કારણ કે તેમને ડર હતો કે તેઓને સરકારની તરફેણમાં મતદાન કરવાની ફરજ પાડવામાં આવશે. તેમણે સેનેટ અધ્‍યક્ષને વિનંતી કરી હતી કે તેઓ PTIના કોઈપણ સાંસદના મત ગણતરીમાં સામેલ ન કરે.

પાકિસ્‍તાન પીપલ્‍સ પાર્ટી (પીપીપી)ના વડા બિલાવલ ભુટ્ટો-ઝરદારીએ, જેમણે આ બિલ પસાર કરાવવા માટે વ્‍યાપક પ્રયાસો કર્યા હતા, તેમણે કહ્યું કે સરકાર આ સુધારા સાથે આગળ વધશે, પછી ભલે પીટીઆઈ તેની તરફેણમાં મત આપે કે ન આપે. બિલાવલે મીડિયાકર્મીઓને કહ્યું, ‘અમે બને તેટલી રાહ જોઈ અને આજે કામ કોઈપણ સંજોગોમાં પૂર્ણ થશે.'

(11:44 AM IST)