<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

દિલ્હી ગેસ ચેમ્બર બની ગયું :આ કેજરીવાલની ઝેરી રાજનીતિનું પરિણામ: પ્રદુષણ મુદ્દે ભાજપના પ્રહાર

તેઓએ વાહનોના પ્રદૂષણ, રસ્તાની ધૂળ, બાંધકામની ધૂળ કે બાયોમાસ સળગાવવા વિશે કંઈ કર્યું નથી

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદૂષણના મુદ્દે ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું, “આજે ફરી એકવાર દિલ્હીમાં AQI ખૂબ જ ખતરનાક સ્તરને પાર કરી ગયો છે. કેટલાક વિસ્તારોમાં તે 400 થી વધુ છે. દિલ્હી ગેસ ચેમ્બર બની ગયું છે અને તેના માટે અરવિંદ કેજરીવાલ જવાબદાર છે કારણ કે દસ વર્ષથી દિલ્હીમાં પ્રદૂષણના આંતરિક કારણો પર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

 તેઓએ વધુમાં કહ્યું હતું કે કેજરીવાલ સરકારે વાહનોના પ્રદૂષણ, રસ્તાની ધૂળ, બાંધકામની ધૂળ કે બાયોમાસ સળગાવવા વિશે કંઈ કર્યું નથી... તેઓ દિવાળી જેવા હિન્દુ તહેવારોને દોષી ઠેરવે છે અને તેઓએ દિવાળીના ફટાકડા અને રોશની પર પ્રતિબંધ મૂક્યો હતો. દિલ્હી ગેસ ચેમ્બર બની ગયું છે અને હવાથી લઈને પાણી સુધી બધું જ ઝેરી છે, આ અરવિંદ કેજરીવાલની ઝેરીલી રાજનીતિનું પરિણામ છે.

(11:58 AM IST)