<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

ભાજપમાં પ્રમોશન મેળવવા માટે ખુશામત કરવી પડે :કુણાલ સારંગ ફરી ઝારખંડ મુક્તિ મોરચામાં જોડાયા

કુણાલ સારંગે ઝારખંડ મુક્તિ મોરચામાં સામેલ થતાની સાથે જ ભાજપ પર નિશાન સાધ્યું :પાર્ટીમાં જોડાયા બાદ તેણે કહ્યું, “હું મારા પરિવારમાં પાછો ફર્યો છું. હવે હું બીજેપીમાં પરત ફરીશ નહી.

 

ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. બીજેપી નેતા કુણાલ સારંગી ઝારખંડ મુક્તિ મોરચામાં જોડાયા બાદ તેમણે મોટું નિવેદન આપ્યું છે. પાર્ટીમાં જોડાયા બાદ તેણે કહ્યું, “હું મારા પરિવારમાં પાછો ફર્યો છું. હવે હું બીજેપીમાં ફરીશ નહી. આ એ પ્લેટફોર્મ છે કે જેના પર મુખ્ય પ્રધાન હેમંત સોરેને મને ઝારખંડના રાજકારણમાં પ્રવેશવાની અને લોકોની સેવા કરવાની તક આપી.

   કુણાલ સારંગીએ કહ્યું, “હું ભાજપમાં જોડાયો હતો કારણ કે કદાચ તે રાષ્ટ્રીય પ્લેટફોર્મ છે અને તેના દ્વારા મને વધુને વધુ લોકોની સેવા કરવાની તક મળશે, પરંતુ બધું ઊલટું થયું. ભાજપમાં એક જ માપદંડ છે, જો તમારે પ્રમોશન જોઈએ છે, તો તમારે સંપૂર્ણ ખુશામત અને અમુક અંશે ભ્રષ્ટાચાર કરવો પડશે.

   બીજેપીના ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે જ જેએમએમમાં જોડાવાના નેતાઓની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બીજેપીના પૂર્વ મંત્રી લુઈસ મરાંડી પણ કાંકે રોડ પરના મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા બાદ જેએમએમમાં જોડાઈ ગયા છે

   વર્ષ 2014માં કુણાલ સારંગી જેએમએમની ટિકિટ પર બહારગોરા વિધાનસભાથી ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. વર્ષ 2019 માં, તેઓ ભાજપમાં જોડાયા હતા, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં JMMના સમીર મોહંતીના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો

 . આ ચૂંટણી પછી કૃણાલે પોતાના મતવિસ્તારમાં લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી હતી, પરંતુ આ વર્ષે લોકસભા ચૂંટણી દરમિયાન તેણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં તેમણે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું હતું.

(1:12 PM IST)