News of Tuesday, 22nd October 2024
કર્ણાટક હાઈકોર્ટે અભિનેતા દર્શનની જામીન અરજી પર સુનાવણી સ્થગિત કરી : 28 ઓક્ટોબરે થશે સુનાવણી
તબીબી કારણોસર જામીન આપવાની માંગ પર ન્યાયાધીશે વકીલને મેડિકલ રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો અને આગામી સુનાવણી 28 ઓક્ટોબરે નક્કી કરી

બેંગલુરુ: કર્ણાટક હાઈકોર્ટે અભિનેતા દર્શનની જામીન અરજી પર સુનાવણી 28 ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે. સિંગલ જજની બેંચના જસ્ટિસ વિશ્વજીત શેટ્ટીની અધ્યક્ષતામાં મંગળવારે જામીનની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
અભિનેતાના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે દર્શનને પીઠના ગંભીર દુખાવાથી પરેશાન હતો અને તેની સર્જરી કરાવવી પડી હતી. દર્શન માટે દલીલ કરનાર એડવોકેટ બીવી નાગેશે હાઈકોર્ટ સમક્ષ અપીલ કરી હતી કે અભિનેતાને તબીબી આધાર પર જામીન આપવામાં આવે કારણ કે તે પહેલેથી જ સારવાર હેઠળ છે.
નાગેશે કોર્ટને વિનંતી કરી કે અભિનેતા દર્શનને શક્ય તેટલી વહેલી તકે જામીન આપવામાં આવે કારણ કે તેને તાત્કાલિક સર્જરીની જરૂર છે. જો કે, ન્યાયાધીશે વકીલને મેડિકલ રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો અને આગામી સુનાવણી 28 ઓક્ટોબરે નક્કી કરી
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
