<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

ઉતરાખંડના ચમોલીમાં વેપારી સંગઠનો આકરાપાણીએઃ મુસ્‍લીમ સમુદાયને ગામ છોડવા ૩૧ ડીસેમ્‍બર સુધીની મુદત

ખાનસર ખીણના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં તમામ વેપારીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધઃ વેપાર કરતા પકડાશે તો ૧૦ હજારનો દંડ અને કાયદેસરની કાર્યવાહી કરાશે

ચમોલી તા.રરઃ ઉત્તરાખંડના પહાડી વિસ્‍તારમાં સાંપ્રદાયિક તનાવ વધી રહ્યો છે. કટરપંથી હિન્‍દુ સમૂહો એ સ્‍થાનનીય મુસ્‍લિમ સમુદાયને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. હાલમાં જ બનેલ એક ઘટનામાં ચમોલીના ખાનસર ગામમાં વેપારીઓના એક સંગઠને પ્રસ્‍તાવ પસાર કરી ૧૫ મુસ્‍લિમ પરિવારોને ૩૧ ડિસેમ્‍બર સુધીમાં ગામ ખાલી કરવાનો આદેશ આપ્‍યો છે.

આ સમૂહને વિસ્‍તારમાં તમામ બહારના લોકોના સત્‍યાપનની પણ માંગ કરી છે, જેનાથી સાંપ્રદાયિક સદભાવને લઈને ચિંતા ઊભી થઈ છે. આ નિર્ણયથી અહીં લાંબા સમયથી રહી રહેલ મુસ્‍લિમ લોકો પણ પરેશાન થઈ ગયા છે. નામ ન જણાવવાની શરતે એક સ્‍થાનીય મુસ્‍લિમ નિવાસીએ જણાવેલ કે, વેપારીઓના સંગઠન દ્વારા અચાનક કરવામાં આવેલ આ નિર્ણયથી અમે ખૂબ જ પરેશાન છીએ અમે દાયકાઓથી અહીં રહી રહ્યા છીએ અને અમારા પરિવાર આ સમુદાયનો અભિન્ન અંગ રહ્યું છે અમને અહીંથી જવા માટે શું કામ મજબૂર કરવામાં આવે છે.

મૈંથન સેવા સમિતિના અધ્‍યક્ષ વિરેન્‍દ્રસિંહે જણાવેલ કે, આ નિર્ણયનો ઉદ્દેશ હિન્‍દુ મહિલાઓ અને અલ્‍પસંખ્‍યક સમુદાયના સભ્‍યો સાથે જોડાયેલ અપરાધિક ઘટનાઓને રોકવાનો છે. મૈંથન બજારમાં જાગળકતા રેલી બાદ વ્‍યાપારીઓના સંઘની બેઠક દરમિયાન આ પ્રસ્‍તાવ સર્વ સંમતિથી પસાર કરવામાં આવ્‍યો હતો.

તેમણે વધુમાં જણાવેલ કે,બેઠક દરમ્‍યાન ખાનસર ઘાટીના ગ્રામીણ વિસ્‍તારોમાં તમામ વેપારીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. વેપાર કરતા પકડાતા વેપારીને રૂ.૧૦,૦૦૦ નો દંડ અને કાયદેસર કાર્યવાહી કરાશે.

ખાનસર ગામ સ્‍થિત મૈથાન ગૈરસણનો એક મહત્‍વપૂર્ણ હિસ્‍સો છે. જેમાં ૨૧ ગ્રામ સભાઓ છે અને લગભગ ૪૦,૦૦૦ લોકોની વસ્‍તી છે. મૈથાન વેપાર સંઘના અધ્‍યક્ષ બલદેવસિંહ નેગી એ જણાવેલ કે, અમે કોઈ પણ સ્‍થિતિમાં દેવભૂમિનો માહોલ ખરાબ નથી થવા દેવા માગતા અને શંકાસ્‍પદ વ્‍યક્‍તિઓને આ વિસ્‍તારમાં વેપાર કરવાની પરવાનગી નહીં આપવામાં આવે.

વેપારીઓની એક રેલીનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલ. જેમાં માર્ચમાં ભાગ લેનાર પ્રતિભાગી જેમાં મોટાભાગના વ્‍યાપારી છે, જે ભડકાવ નારા લગાવતા નજરે પડ્‍યા હતા.

(2:25 PM IST)