<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

દેશમાં પહેલી વાર બિહારમાં ત્રણ કિન્‍નરો બન્‍યા ફોજદાર

પટણા તા. રરઃ બિહારે સોમવારે એક ઇતિહાસ રચ્‍યો હતો. દેશમાં પહેલી વાર ત્રણ કિન્‍નરો ફોજદાર બન્‍યા છે. આ ત્રણ ટ્રાન્‍સજેન્‍ડર અધિકારીઓમાં રોનિત જા અને બંટીકુમાર (ટ્રાન્‍સમેન) અને માનવી મધુ કશ્‍યપ (ટ્રાન્‍સવુમન) સામેલ છે.

મુખ્‍યમંત્રી નીતીશકુમારે બાપુ સભાગૃહમાં ૧ર૩૯ નવા નિયુકત પોલીસ સબ ઇન્‍સ્‍પેકટરોને નિયુકિત પત્રો આપ્‍યા.તેમાં ૭૯૪ પુરૂષો, ૪૪ર મહિલાઓ અને પહેલીવાર ત્રણ ટ્રાન્‍સજેન્‍ડરો છે. મુખ્‍યમંત્રીએ આ અવસરે કહ્યું કે આ પહેલ માત્ર ટ્રાન્‍સજેન્‍ડર સમાજના અધિકારોને માન્‍યતા આપવાનું પ્રતિક જ નહીં પણ સમાજમાં તેમના માટે નવા અવસરોનું સર્જન કરવાની દિશામાં એક નકકર પગલું પણ છે. ટ્રાન્‍સજેન્‍ડર સમાજના ફોજદાર બનવાની આ ઉપલબ્‍ધિ બિહારને એક નવી ઓળખ આપે છે.

(3:12 PM IST)