<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

‘‘ઉડાન''એ ૮ વર્ષમાં બદલી વિમાન ક્ષેત્રની તસ્‍વીરઃ યોજનાને વધુ ૧૦ વર્ષ લંબાવાશેઃ ઉડાન યોજના હેઠળ શરૂ થયા ૮૬ એરપોર્ટ

ઉડે દેશ કા આમ નાગરિક

નવી દિલ્‍હી તા. રરઃ વડા પ્રધાન મોદીની પહેલ પર શરૂ કરાયેલ ‘ઉડે દેશકા આમ નાગરિક' એટલે કે ઉડાન યોજનાને સોમવારે ૮ વર્ષ પુરા થયા છે. આ અવસરે વડાપ્રધાને કહ્યું કે આ યોજનાએ દેશના વિમાન ક્ષેત્રની તસ્‍વીર બદલી નાખી છે. દૂર સુદૂરના વિસ્‍તારોમાં એર કનેકટીવીટો તો વધી જ એ ઉપરાંત સસ્‍તા ભાડાના કારણે લાખો લોકોનું વિમાનની મુસાફરીનું સ્‍વપ્‍ન પણ પુરૂં થયું. સરકાર આ યોજનાને વધુ ૧૦ વર્ષ લંબાવવા વિચારી રહી છે.

ઉડાન યોજનાની શરૂઆત ર૧ ઓકટોબર ર૦૧૬થી સામાન્‍ય લોકોને માટે હવાઇ યાત્રા સુલભ અને સસ્‍તી બનાવવાના ઉદ્દેશથી કરાઇ હતી. યોજના હેઠળ લગભગ પ૦૦ કિલોમીટરની એક કલાકની યાત્‍રત્રા માટે હવાઇ ભાડું રપ૦૦ રૂપિયા સુધી સીમિત છે. આ પહેલની શરૂઆત કરતી વખતે વડા પ્રધાને કહ્યું હતું કે તેમનું સપનું છે કે હવાઇ ચપ્‍પલ (સ્‍લીપર) પહેરનાર સામાન્‍ય માણસ પણ હવાઇ જહાજમાં મુસાફરી કરી શકે.

યોજનાના આઠ વર્ષ પુરા થવા પર વડાપ્રધાને એક સોશ્‍યલ મીડીયા પોસ્‍ટમાં કહ્યું કે એરપોર્ટોની સંખ્‍યા વધારાથી માંડીને વધુ હવાઇ માર્ગો ખુલવા સુધી આ યોજનાએ લાખો લોકો માટે હવાઇ ઉડ્ડયનને સુલભ બનાવ્‍યું છે. તો નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડૂએ એક કાર્યક્રમમાં કહ્યું કે સરકાર આ યોજનાને વધુ ૧૦ વર્ષ લંબાવશે. તેમણે આ યોજનાને પર્યટન ઉદ્યોગને પ્રોત્‍સાહનની સાથે રોજગારી વધારવામાં સહાયક ગણાવી.  (૭.રપ)

(2:32 PM IST)