News of Tuesday, 22nd October 2024
મંદિરોના લાઉડ સ્પીકર અવાજ પ્રદુષણ ફેલાવે છેઃ શૈલબાલા માર્ટીન
મધ્ય પ્રદેશના ચર્ચાસ્પદ આઇએએસ અધિકારીનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન

ભોપાલ તા. રરઃ મધ્ય પ્રદેશ સરકારના વિવાદાસ્પાદ આઇએએસ શૈલબાલા માર્ટીન ફરિ એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેમણે સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ ઉપર મંદિરોના લાઉડ સ્પીકરને લઇને સવાલ ઉઠાવ્યા હતા. ત્યારબાદ વિવાદ ઉભો થયો હતો. હિન્દુ સંગઠનોએ વિરોધ કરેલ જયારે કોંગ્રેસે આ સવાલને વ્યાજબી ગણાવ્યો હતો.
માર્ટીને પોસ્ટમાં લખેલ કે, મંદિર ઉપર લાગેલા લાઉડ સ્પીકર અનેક શેરીઓ દુર સુધી અવાજનું પ્રદુષણ ફેલાવે છે. સ્પીકર અડધી રાત સુધી વાગે છે ત્યારે તેનાથી કોઇને ખલેલ નથી પહોંચતી.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
