<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

સોફટી આઇસ્‍ક્રીમ પર લાગશે ૧૮ ટકા જીએસટી સોફટી કોઇ ડેરી પ્રોડકટ નથીઃ એએઆઇ બેંચ રાજસ્‍થાન

નવી દિલ્‍હી તા. રરઃ વેનીલા સ્‍વાદમાં તૈયાર સોફટી આઇસ્‍ક્રીમ મીક્ષ ડેરી ઉત્‍પાદન નથી અને તેના પર ૧૮ ટકાના દરે જીએસટી લાગશે. અગ્રિમ નિર્ણય પ્રાધિકરણ (એએઆર)ની રાજસ્‍થાન બેંચે આ ચૂકાદો આપ્‍યો છે.

બીઆરબી કન્‍ઝયુઅર પ્રોડકટસ પ્રાઇવેટ લીમીટેડ, પાઉડરના રૂપમાં વેનીલા મિશ્રણ પર જીએસટી બાબતે એએઆરમાં ગઇ હતી. તેણે પોતાના ઉત્‍પાદન બાબતે કહ્યું હતું કે તેમાં ૬૧.ર ટકા ખાંડ, ૩૪ ટકા દુધના નકકર પદાર્થ (સ્‍ક્રીસ્‍ડ મિલ્‍ક પાઉડર), સ્‍વાદ વધારનારા ઉત્‍પાદનો અને નમક સહિત ૪.૮ ટકા અન્‍ય સામગ્રી સામેલ છે.

એએઆરે કહ્યું કે મુલાયમ અને મલાઇદાર ઉત્‍પાદન બનાવવામાં દરેક કાચા માલની ખાસ ભૂમિકા હોય છે. આ ઉપરાંત એ પણ મહત્‍વનું છે કે ઉત્‍પાદનની સામગ્રી જ નહીં, આઇસ્‍ક્રીમ બનાવવાના મશીનમાં કરાયડેલ સુધારાઓ પણ મલાઇદાર બનાવવામાં મહત્‍વની ભૂમિકા ભજવે છે.

(2:43 PM IST)