News of Tuesday, 22nd October 2024
કાશ્મીરમાં સીઆઇકેનું જબ્બર ઓપરેશન :આતંકી સંગઠન ટીએલએમના ભરતી મોડયુલ ધ્વંશ
રાજ્યના ૧૦ સ્થળોએ તપાસ : ૧૪ મોબાઇલ-લેપટોપ સાથે ૭ શંકાસ્પદ લોકોની ધરપકડ

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ,તા.૨૨ : કાઉન્ટર ઈન્ટેલિજન્સ કાશ્મીર (સીઆઇકે) એ કાશ્મીરમાં એક મોટા ઓપરેશનને અંજામ દઈને આંતકી સંગઠન તહરીક લખૈકા મુસ્લિમ (ટી એલ એમ) ના ભરતીના મોડ્યુલને તોડી પાડ્યું છે. અધિકારીઓ મુજબ આ ગ્રુપ લશ્કરનો ભાગ છે જેને બાબા હમાસ નામથી એક પાકિસ્તાનની આંતકી હેન્ડલર સંચાલિત કરે છે..
કાશ્મીરમાં સીઆઇકેએ ૧૦ જગ્યાએ તપાસ કરતા ૧૪ મોબાઈલ, ૧ લેપટોપ અને અનેક આપત્તીજનક સામગ્રી મળી આવેલ. ૭ શંકાસ્પદોની ધરપકડ પણ કરાઈ હતી. શ્રીનગર, ગંદેરબલ, બાંદીપોરા, કુલગામ, બડગામ, અનંતનાગ અને પુલવામાં સહિતના શહેરમાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
