News of Tuesday, 22nd October 2024
બે છોકરીઓને એક જ છોકરા સાથે પ્રેમ થયો : પરિવારનો વિરોધ થયો તો ત્રણેય ઘરેથી ભાગી ગયા
ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

ગોરખપુર, તા.૨૨ : ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાંથી સગીરો વચ્ચે પ્રેમ પ્રકરણનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં શાહપુર પોલીસ સ્ટેશન હેઠળ રહેતી બે સગીર છોકરીઓ સગીર છોકરા સાથે ઘરેથી ભાગી ગઈ હતી. આ પછી, એક યુવતીના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી, જે પછી પોલીસે ત્રણેયને શોધી કાઢયા અને મામલાનો પર્દાફાશ કર્યો.
પોલીસના જણાવ્યા અનુસાર, ગોરખપુરના માનસ નગર, શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી બે યુવતીઓ મિત્રો છે, તે બંને એક છોકરા સાથે ઘર છોડવા સંમત થઈ. એક દિવસ એક બાળકી દૂધ લેવાના બહાને ઘરની બહાર ગઈ હતી, જ્યારે તે ફરી ઘરે પરત ન આવી તો તેના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.
આ પછી, તપાસ કરતાં જાણવા મળ્યું કે તે જ વિસ્તારમાં નજીકમાં રહેતી અન્ય એક છોકરી ગુમ છે. આ પછી, જ્યારે પોલીસે સર્વેલન્સ અને સીડીઆર દ્વારા તપાસ શરૂ કરી, ત્યારે જાણવા મળ્યું કે બંને છોકરીઓ, જે સગીર હતી, એક સગીર છોકરા સાથે ભાગી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, બંને યુવતીઓ એક જ છોકરાના પે્રમમાં હતી. આ જ કારણ હતું કે ત્રણેય સાથે રહેવા માંગતા હતા. પરંતુ તેમના પરિવારના સભ્યોના ડર અને વિરોધને કારણે ત્રણેય યુવતીના પરિવારની ફરિયાદના આધારે પોલીસે સર્વેલન્સ અને સીડીઆરની મદદથી ત્રણેયને બિહારના હથુઆમાંથી ઝડપી લીધા હતા. આ પછી બંને છોકરીઓને તેમના પરિવારજનોને સોંપવામાં આવી હતી. જ્યારે પોલીસે સગીર યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
