News of Tuesday, 22nd October 2024
બંગાળની ખાડીનું ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાશેઃ કાલથી ઓરીસ્સા, બંગાળ, બાંગ્લાદેશ પર અસર દેખાશે

નવી દિલ્હી,તા. ૨૨: બંગાળની ખાડીમાં સર્જાયેલ ડિપ્રેશન ટૂંક સમયમાં દાના વાવાઝોડામાં ફેરવાઈ જશે. તે ઉત્તર પશ્ચિમ દિશામાં ઉત્તર ઓરિસ્સા અને ગંગા પશ્ચિમ બંગાળ તરફ ઝડપથી આગળ વધશે. તેની અસર ઓરિસ્સા,પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ પર ૨૩ ઓકટોબરની રાતથી જોવા મળશે. બિહાર અને ઝારખંડમાં પણ હળવા વરસાદની સંભાવના છે. પશ્ચિમ બંગાળ સહિત ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ વરસાદની ગતિવિધિઓ વધી શકે છે. ૨૪ કલાક બાદ ગુજરાત અને મધ્યપ્રદેશનું હવામાન સૂકું થઈ જશે. પહાડો સહિત ઉત્તર અને પૂર્વ ભારત શુષ્ક રહેશે. ૨ દિવસ પછી મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ અને મરાઠવાડાના ઉત્તરીય વિસ્તારો પણ સૂકાઈ જશે. દક્ષિણ ભારતમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
