<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

ભાજપે પંજાબ પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર : ચાર બેઠકોમાંથી ત્રણ ઉમેદવારોની ઘોષણા

ભાજપે ડેરા બાબા નાનકથી સરદાર રવિકરણ કાહલોન, ગિદ્દરબાહાથી સરદાર મનપ્રીત બાદલ અને બરનાલાથી સરદાર કેવલ સિંહ ધિલ્લોનને ટિકિટ આપી

ચંડીગઢ. પંજાબની ચાર સીટો પર 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના માટે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ મંગળવારે ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જોકે, ભાજપે માત્ર ત્રણ બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

  ભારતીય જનતા પાર્ટીએ ડેરા બાબા નાનક વિધાનસભા સીટ પરથી સરદાર રવિકરણ કાહલોન, ગિદ્દરબાહાથી સરદાર મનપ્રીત બાદલ અને બરનાલા વિધાનસભા સીટથી સરદાર કેવલ સિંહ ધિલ્લોનને તક આપી છે.

  આમ આદમી પાર્ટીએ પણ તાજેતરમાં પંજાબ પેટાચૂંટણી માટે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. AAPએ ચારેય બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

     આમ આદમી પાર્ટીએ ડેરા બાબા નાનકથી ગુરદીપ સિંહ રંધાવા, ચબ્બેવાલથી ઈશાન છાબ્બેવાલ, બરનાલાથી હરિંદર સિંહ ધાલીવાલ અને SAD છોડીને આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા હરદીપ સિંહ ડિમ્પી ધિલ્લોનને ગિદ્દરબાહાથી મેદાનમાં ઉતાર્યા છે.

(7:43 PM IST)