<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

હવે થઇ જાઓ તૈયાર : ટાટા સન્સ તોડશે હ્યુન્ડાઈનો રેકોર્ડ! ટૂંક સમયમાં દેશનો સૌથી મોટો IPO લાવી શકે

આરબીઆઇના પગલાંથી ટાટા સાંસે સપ્ટેમ્બર 2025 સુધીમાં સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ થવું પડશે.

મુંબઈ :હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો ઈશ્યુ હાલમાં દેશનો સૌથી મોટો આઈપીઓ છે. જો કે તેનું શેરબજાર લિસ્ટિંગ તદ્દન ફિક્કું રહ્યું હતું. પરંતુ, એક આઈપીઓ હ્યુન્ડાઈનો રેકોર્ડ તોડી શકે છે અને રોકાણકારોને લિસ્ટિંગમાં મોટો ફાયદો આપી શકે છે, તે છે ટાટા સન્સ.

વાસ્તવમાં, ટાટા ગ્રૂપે તેની સૌથી મોટી કંપની ટાટા સન્સને શેરબજારમાં લિસ્ટ કરવાનો ઈરાદો નહોતો. તેમણે આ મામલે આરબીઆઈ પાસેથી છૂટ પણ માંગી હતી. કેન્દ્રીય બેંકે ટાટા સન્સને અપર લેયરની NBFC તરીકે વર્ગીકૃત કરી છે.

ટાટા સન્સને હવે છૂટ નહીં મળે
આરબીઆઈ માને છે કે અપર લેયરની NBFCની કામગીરીમાં નાણાકીય પારદર્શિતા હોવી જોઈએ. તેથી, તેમણે આવી તમામ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFCs) માટે સપ્ટેમ્બર 2025 સુધીમાં શેરબજારમાં સૂચિબદ્ધ કરવાનો નિયમ બનાવ્યો છે. પરંતુ, ટાટા સન્સ શેરબજારમાં લિસ્ટ થવા માંગતી ન હતી, તેથી તેણે આ સંબંધમાં બેન્કિંગ રેગ્યુલેટર પાસે છૂટ માંગી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, RBIએ હવે ટાટા સન્સને કોઈપણ પ્રકારની છૂટ આપવાનો ઈન્કાર કરી દીધો છે. આનો અર્થ એ થયો કે હવે ટાટા સન્સે તેનો IPO લોન્ચ કરવો પડશે અને સપ્ટેમ્બર 2025 સુધીમાં સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ થવું પડશે. જો કે, તેનું આગળનું પગલું શું હશે તે અંગે ટાટા ગ્રુપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

જો ટાટા સન્સ હજુ પણ IPO અને શેરબજારમાં લિસ્ટિંગ ટાળવા માંગે છે તો તેણે તેનું દેવું ઘટાડવું પડશે.ટાટા સન્સ પર નાણાકીય વર્ષ 2022-23માં તેની બેલેન્સ શીટ પર લગભગ રૂ. 20,270 કરોડનું દેવું હતું. જો તે તેની લોનની રકમ રૂ. 100 કરોડથી ઓછી કરે છે, તો તે RBIની અપર-લેયર NBFC કેટેગરીમાંથી બહાર નીકળી શકે છે.

જો ટાટા સન્સ આવું કરી લે છે, તો તેને IPO લાવવાની અથવા શેરબજારમાં લિસ્ટેડ થવાની કોઈ જરૂર રહેશે નહીં. તે લોનની ચુકવણી અથવા ટાટા કેપિટલમાં તેનો હિસ્સો અન્ય કોઈ સંસ્થામાં ટ્રાન્સફર કરવા અંગે પણ વિચારી રહી છે. આમ કરવાથી, ટાટા સન્સ કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની (CIC) અને અપર-લેયર NBFC તરીકે ડી-રજીસ્ટર કરી શકે છે.

ગયા વર્ષે સમાચાર આવ્યા હતા કે જો ટાટા સન્સ IPO લાવે છે તો તેનું વેલ્યુએશન 11 લાખ કરોડ રૂપિયા થઈ શકે છે. આનો અર્થ એ થયો કે જો તે તેનો 5 ટકા હિસ્સો વેચે તો પણ તેના IPOનું કદ રૂ. 55,000 કરોડની આસપાસ હશે. આ હ્યુન્ડાઈ ઈન્ડિયાના રૂ. 27,870 કરોડના આઈપીઓ કરતાં લગભગ બમણું હશે.

ટાટા ગ્રુપની ઘણી કંપનીઓના શેર સતત વધી રહ્યા છે. આ સ્થિતિમાં ટાટા સન્સનું વેલ્યુએશન પણ વધારે હોઈ શકે છે. તે દલાલ સ્ટ્રીટ પર એવો રેકોર્ડ બનાવી શકે છે, જે કદાચ આવનારા ઘણા વર્ષો સુધી તૂટશે નહીં. ટાટા સન્સ તેનો IPO લોન્ચ કરશે કે નહીં તેની સમગ્ર જવાબદારી હવે ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન નોએલ ટાટાની છે

ટાટા સન્સની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, તેમાંથી લગભગ 65.9 ટકા ટાટા ટ્રસ્ટ પાસે છે. તે જ સમયે, શાપૂરજી પલોનજી 18.4 ટકા હિસ્સો ધરાવે છે, ટાટા જૂથની વિવિધ કંપનીઓ 12.8 ટકા હિસ્સો ધરાવે છે અને ટાટા પરિવાર 2.8 ટકા હિસ્સો ધરાવે છે.

ટાટા મોટર્સ અને ટાટા કેમિકલ્સ બંને હોલ્ડિંગ કંપનીમાં લગભગ 3 ટકા હિસ્સો ધરાવે છે. તે જ સમયે, ટાટા પાવર પાસે 2 ટકા અને ઇન્ડિયન હોટેલ્સ પાસે 1 ટકા હિસ્સો છે.

(10:15 PM IST)