<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

શિવસેના (યુબીટી)ના 65 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર : સીએમ શિંદે સામે કેદાર દીધે ચૂંટણી લડશે

આદિત્ય ઠાકરેને વરલીથી ટિકિટ :પૂર્વ સાંસદ રાજન વિખરેને એકનાથ શિંદેના ગઢ થાણે સીટ અને ઉન્મેષ પાટીલને ચાલીસગાંવથી ઉમેદવાર બનાવાયા

મુંબઈ : શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ મહા વિકાસ અઘાડી વચ્ચે બેઠકોના વિવાદ વચ્ચે 65 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. બુધવારે ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા બેઠકોના નામની જાહેરાત કરવામાં આવી છે.

   ઠાકરે જૂથે મુખ્યમંત્રી એકનાથ શિંદે સામે કોપરી મતવિસ્તારમાંથી કેદાર દિઘેને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે. પૂર્વ સાંસદ રાજન વિખરેને એકનાથ શિંદેના ગઢ થાણે સીટ અને ઉન્મેષ પાટીલને ચાલીસગાંવથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

આદિત્ય ઠાકરેને વરલીથી ટિકિટ આપવામાં આવી છે. મહેશ સાવંતને માહિમથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે સ્નેહલ જગતાપને મહાડથી ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય સુરેન્દ્ર નાથ માને રત્નાગીરીથી ઉમેદવાર બન્યા છે.

    પચોરામાં શિંદેના ધારાસભ્ય કિશોર અપ્પા પાટીલ સામે ઠાકરેની પિતરાઈ બહેન વૈશાલી સૂર્યવંશીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બાલાપુરમાં ફરી એકવાર નીતિન દેશમુખને તક આપવામાં આવી છે.

(7:14 PM IST)