<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th October 2024

કચ્છના રાજકભાઈ કુંભાર ISI સાથે મળીને આતંકવાદી ગતિવિધિઓ કરવા માટે ષડ્યંત્ર ઘડવા બદલ દોષિત

લખનૌની વિશેષ અદાલતે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે મળીને દેશમાં આતંકવાદી ગતિવિધિઓ કરવા માટે ષડયંત્ર ઘડવા બદલ દોષિત ઠેરવ્યો: છ વર્ષની સખત કેદની સજા : રાજકભાઈ કુંભાર વર્ષ 2020માં નોંધાયેલા કેસમાં દોષિત ઠેરવાયેલો બીજા આરોપી

નવી દિલ્હી : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ બુધવારે એક નિવેદન જારી જણાવ્યું છે કે, લખનૌની વિશેષ અદાલતે ગુજરાતના એક વ્યક્તિને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે મળીને દેશમાં આતંકવાદી ગતિવિધિઓ કરવા માટે ષડયંત્ર ઘડવા બદલ દોષિત ઠેરવ્યો છે. જેમાં આરોપીને આઈપીસી અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટની જોગવાઈઓ હેઠળ છ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. 

NIA પ્રમાણે, દેશના આ ગદ્દારની ઓળખ ગુજરાતના પશ્ચિમ કચ્છ જિલ્લાના રહેવાસી રાજકભાઈ કુંભાર તરીકે થઈ છે. NIAના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાજકભાઈ કુંભાર વર્ષ 2020માં નોંધાયેલા કેસમાં દોષિત ઠેરવાયેલો બીજા આરોપી છે, જેને આઈપીસી અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટની જોગવાઈઓ હેઠળ છ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.

  મીડિયા અહેવાલ પ્રમાણે, આ પહેલા NIAની વિશેષ અદાલતે ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લાના રહેવાસી રાશિદ આ મામલે સજા આપી હતી. આરોપી સામે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS), ગોમતી નગર દ્વારા નોંધવામાં આવ્યો હતો, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે રાશિદ પાકિસ્તાનની ઈન્ટર-સર્વિસિસ ઈન્ટેલિજન્સ (ISI)ના એજન્ટોના સંપર્કમાં હતો. જેમાં ATSએ તેના પર પાકિસ્તાની એજન્ટોને ભારતના સંવેદનશીલ, વ્યૂહાત્મક અને મહત્વપૂર્ણ સ્થળો તેમજ ભારતીય સેનાની ગતિવિધિઓના ફોટોગ્રાફ્સ આપવાનો આરોપ લગાવ્યો હતો. NIAએ કહ્યું કે, આરોપીએ તેના ફોનથી ડિફેન્સ માર્કિંગ્સ સહિતના ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતા.

 એપ્રિલ 2020ના કેસ મામલે કેન્દ્રીય એજન્સીએ જુલાઈ 2020માં રાશિદ વિરુદ્ધમાં ચાર્જશીટ દાખલ કરી અને પછી ફેબ્રુઆરી 2021માં રાજકભાઈ કુંભાર સામે પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. NIAએ કહ્યું કે, એજન્સીની તપાસમાં સામે આવ્યું હતું કે, રાજકભાઈ કુંભારે રાશિદ અને પાકિસ્તાન સ્થિત ISI એજન્ટો સાથે મળીને આંતકવાદી કૃત્યો કરવા માટે કાવતરું ઘડ્યું હતું અને તેમના કમિશનની તૈયારીઓ પણ કરી હતી. 

બંને આરોપીએ પાકિસ્તાન સ્થિત ઓપરેટિવ્સ દ્વારા હાથ ધરવામાં આવેલી નાપાક ભારત વિરોધી યોજનાઓને છુપાવવાનું ષડયંત્ર પણ ઘડ્યું હતું. NIAના જણાવ્યા અનુસાર, રાજકભાઈ કુંભારએ ISI એજન્ટોને મોકલેલા સંવેદનશીલ ફોટોગ્રાફ્સના બદલામાં રાશિદને પૈસા આપ્યા હતા અને આ કામમાં તેની મદદ કરી હતી.

(12:12 AM IST)