<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

પુણે જિલ્લામાં લેબર કેમ્પ ખાતે કામચલાઉ પાણીની ટાંકી તૂટી પડતાં પાંચ મજૂરનાં મોત

પિંપરી ચિંચવડ ટાઉનશિપના ભોસરી વિસ્તારમાં દુર્ઘટના : પાણીની ટાંકી નીચે અમુક મજૂરો સ્નાન કરી રહ્યા હતા.

પુણે જિલ્લામાં લેબર કેમ્પ ખાતે ગુરુવારે સવારે કામચલાઉ પાણીની ટાંકી તૂટી પડતાં પાંચ મજૂરનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય પાંચને ગંભીર ઇજા પહોંચી હતી.

પિંપરી ચિંચવડ ટાઉનશિપના ભોસરી વિસ્તારમાં આ ઘટના બની હતી. એ સમયે પાણીની ટાંકી નીચે અમુક મજૂરો સ્નાન કરી રહ્યા હતા.

પિંપરી ચિંચડવના એડિશનલ પોલીસ કમિશનર વસંત પરદેશીના જણાવ્યા અનુસાર એવું લાગે છે કે પાણીના પ્રેશરને કારણે ટાંકીની દીવાલ ફૂટવાથી પાણીની ટાંકી તૂટી પડી હશે.


ટાંકી નીચે સ્નાન કરી રહેલા મજૂરો કાટમાળ નીચે દબાઇ ગયા હતા. આમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે બે જણને સારવારાર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

આ ઘટનામાં અન્ય પાંચ મજૂરને પણ ગંભીર ઇજા પહોંચતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

(12:03 AM IST)