તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
દાહોદના પરિવારને રાજસ્થાનમાં અકસ્માત:ગાડીનું ટાયર ફાટતા એક જ પરિવારના 5 સભ્યોના મોત
દાહોદના લીમખેડાના પરિવારને શિરોહી નજીક નેશનલ હાઇવે નંબર 62 ઉપર માર્ગ અકસ્માત:એક જ પરિવારની બે મહિલા બે પુરુષ, એક બાળક સહિત પાંચ લોકોના મોત :જોધપુર નજીક લોદીના ખારાગાવ ખાતે મરણ પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા

રાજસ્થાનના લોદી ખાતે મરણ પ્રસંગમાં હાજરી આપવા જઈ રહેલા દાહોદના લીમખેડાના એક પરિવારને રાજસ્થાનના શિરોહી નજીક નેશનલ હાઇવે નંબર 62 ઉપર માર્ગ અકસ્માત નડયો છે. ફલોદી તરફ પૂરપાટ જઈ રહેલી કારનું આગળનું ટાયર ફાટતા બેકાબુ બનેલી કાર ડિવાઈડર કુદીને રોડની બીજી બાજુ આવેલા પાણી ભરેલા નાળામાં ખાબકી હતી.
એક જ પરિવારની બે મહિલા બે પુરુષ, એક બાળક સહિત પાંચ લોકો કાળના ખપ્પરમાં હોમાઈ ગયા હતા.આ માર્ગ અકસ્માતમાં પરિવારની એક મહિલા ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરિવારને નડેલા ભયંકર અકસ્માતમાં પરિવારનો માળો વિખેરાઈ જતા દાહોદ સહિત તેમના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં છેલ્લા 40 વર્ષથી વસવાટ કરી શ્રીરામ હોટલ નામક સંસ્થાન ચલાવતા અને રાજસ્થાનના જોધપુર ફલોદી ખાતેના રેહવાસી પ્રતાપ કાંતિલાલ ભાટી તેમની પત્ની ઉષા પ્રતાપ ભાટી, તેમની પુત્ર વધુ પુષ્પા જગદીશ ભાટી તેમજ 11 મહિનાનો પૌત્ર આશુ જગદીશ ભાટી તથા તેમના જ પરિવારના લીમડી ખાતે રહેતા રમેશ ઉર્ફે પ્રેમરામ ભાટી તેમજ તેમની પત્ની શારદા રમેશ ભાટી પોતાના કબજા હેઠળની સ્વીફ્ટ ડીઝાયર ગાડી લઈને જોધપુર નજીક લોદીના ખારાગાવ ખાતે મરણ પ્રસંગમાં હાજરી આપવા બુધવારે રવાના થયા હતા.
સિરોહી નજીક નેશનલ હાઇવે નંબર 62 ઉપર સરણેશ્વર મંદિર તેમજ પુલ નજીક ગાડીનું ટાયર ફાટતા ગાડી બેકાબુ બની હતી અને ડિવાઈડર કુદીને રોડની બીજી બાજુ આવેલા પાણી ભરેલા નાળામાં ખાબકતા ગાડીમાં સવાર છ વ્યક્તિઓ પૈકી બે પુરૂષો, બે મહિલાઓ તેમજ એક બાળકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે.
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
