<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

મૃત્‍યુ સિવાય ઓફિસમાં છુટ્ટી મળશે નહીં:આ મેનેજેરે તો ભારે કરી

સોશિયલ મીડિયા પર પોસ્‍ટ વાયરલ : આ ચોંકાવનારી પોસ્‍ટમાં સ્‍પષ્ટપણે જોઈ શકાય છે કે અકસ્‍માત બાદ તેના કર્મચારીની હાલત જાણવાને બદલે મેનેજર તેને કામ પર આવવા દબાણ કરે છે

નવી દિલ્‍હી,તા. ૨૫: કેવી પણ હાલત હોય ઓફિસે પહોંચવું જરૂરી જ છે એવા વર્ક કલ્‍ચરનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. સોશિયલ મીડિયા પર અનેક લોકો તેમના મેનેજર સાથે થયેલી ચેટ્‍સના સ્‍ક્રીનશોટ્‍સ પોસ્‍ટ કરે છે. આવી કેટલીક પોસ્‍ટ સોશિયલ મીડિયા પર અવાર નવાર વાયરલ થતી જ હોય છે. તાજેતરમાં પણ એવો જ એક કિસ્‍સો સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કરવામાં આવ્‍યો હતો જેમાં એક વ્‍યક્‍તિની કારનું એક્‍સિડેન્‍ટ થઈ જાય છે તેમ છતાં તેનો મેનેજેર તેને ઓફિસ આવવાનો સમય પૂછી રહ્યો છે અને મૃત્‍યુ સિવાય કોઈપણ ઘટના વગર છુટ્ટી નહી મળે એવું પણ કહી રહ્યો છે. આ ચેટને જોઈને લોકોનો પણ તેમની પ્રતિક્રિયા આ ઝડપથી વાયરલ થઈ રહેલી પોસ્‍ટ પર આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર પહેલા પણ કંપનીઓ અને તેમના મેનેજરોની કડકાઈ વિશે ચર્ચા થઈ હતી, જોકે, તાજેતરના એક કિસ્‍સાએ તેને જીવનનો નવો લીઝ આપ્‍યો છે. કર્મચારીના કાર અકસ્‍માત અંગે મેનેજરના કઠોર પ્રતિભાવથી ઓનલાઈન આક્રોશ ફેલાયો છે. એક વાયરલ સોશિયલ મીડિયા પોસ્‍ટમાં કાર અકસ્‍માતમાં બચી ગયેલા કર્મચારી અને તેના મેનેજર વચ્‍ચેની વાતચીતનો સ્‍ક્રીનશોટ પોસ્‍ટ કરવામાં આવ્‍યો છે. આ ચોંકાવનારી પોસ્‍ટમાં સ્‍પષ્ટપણે જોઈ શકાય છે કે અકસ્‍માત બાદ તેના કર્મચારીની હાલત જાણવાને બદલે મેનેજર તેને કામ પર આવવા દબાણ કરે છે.

આ વાયરલ સ્‍ક્રીનશોટમાં જોઈ શકાય છે કે કર્મચારીએ તેની ખરાબ રીતે ક્ષતિગ્રસ્‍ત કારની તસવીર મોકલી છે, પરંતુ મેનેજર તેના પર કોઈ ચિંતા દર્શાવતો નથી અને હજુ સુધી તે કર્મચારી ઓફિસે કેમ નથી પહોંચ્‍યો તે અંગે સવાલ પૂછી રહ્યો છે. આ સાથે મેનેજર કર્મચારીને ભારપૂર્વક કહે છે કે ‘પરિવારમાં મૃત્‍યુ સિવાય અન્‍ય કોઈ કારણસર રજા આપવામાં આવશે નહીં. મેનેજરે ચેટમાં લખ્‍યું, તમે કેમ મોડું કરશો તે સમજી શકાય છે, પરંતુ પરિવારમાં મૃત્‍યુ સિવાય કોઈ બાબત તમને ઓફિસ આવતા અટકાવે છે તે કોઈપણ કંપનીમાં અક્ષમ્‍ય છે.ે

સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ X (પૂર્વ ટ્‍વિટર) પરની આ પોસ્‍ટને અંદાજે ૧૬ મિલિયન વખત જોવામાં આવી હતી અને ઈન્‍ટરનેટ યુઝર્સે પણ તેના પર ઘણી કોમેન્‍ટ્‍સ કરી છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ટોક્‍સિક વર્કપ્‍લેસ અને આવા નિષ્ઠુર સંચાલકોની ચર્ચાએ જોર પકડ્‍યું છે. એક યુઝરે લખ્‍યું, આ પ્રકારના મેનેજર મને ડરાવે છે.બીજાએ લખ્‍યું,‘મેં આ નોકરી છોડી દીધી હોત. બીજાએ લખ્‍યું, હું તેમને એક કાર્ડ આપીશ જેમાં તમારી ખોટ બદલ માફ કરશો અને અંદર લખીશ... હું જ છું જેણે છોડી દીધું છે.જેવી અનેક કમેન્‍ટસ કરી રહ્યા છે.

(9:43 AM IST)