<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

કોંગ્રેસને મોટો ઝટકો : બાબા સિદ્દીકીના પુત્ર અને બાંદ્રા પૂર્વના ધારાસભ્ય જીશાન સિદ્દીકીએ અજિત પવારની NCP માં જોડાયા

એનસીપીએ બાંદ્રા પૂર્વ વિધાનસભાથી ઝીશાન સિદ્દીકીને પોતાના ઉમેદવાર જાહેર કર્યા

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. બાબા સિદ્દીકીના પુત્ર અને બાંદ્રા પૂર્વના ધારાસભ્ય જીશાન સિદ્દીકીએ કોંગ્રેસ છોડી દીધી છે. તેઓ અજિત પવારની એનસીપીમાં જોડાયા હતા. ઝીશાન અજિત પવાર અને સુનીલ તટકરેની હાજરીમાં NCPમાં જોડાયા હતા. એનસીપીએ બાંદ્રા પૂર્વ વિધાનસભાથી ઝીશાન સિદ્દીકીને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે કે કોંગ્રેસે તેમને વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના આરોપમાં પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા 

 જીશાન સિદ્દીકી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અને NCP ચીફ અજિત પવારની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું. ખાસ વાત એ છે કે જીશાને આ પગલું તેમના પિતા બાબા સિદ્દીકીની હત્યાના થોડા દિવસો બાદ ઉઠાવ્યું છે. મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે.

NCPમાં જોડાયા બાદ ઝીશાને કહ્યું, 'મારા અને મારા પરિવાર માટે આ ભાવનાત્મક ક્ષણ છે. હું અજિત પવાર, પ્રફુલ પટેલ, સુનીલ તટકરેનો મારા પર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આભાર માનું છું. હું બાંદ્રા ઈસ્ટથી નોમિનેશન ફાઈલ કરીશ. મને વિશ્વાસ છે કે મને લોકોનો પ્રેમ અને વિશ્વાસ મળશે. હું બાંદ્રા ઈસ્ટથી ફરી જીતીશ.'

(11:30 AM IST)