<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th October 2024

પંજાબના ભટિંડામાં ગુડ્સ ટ્રેનમાં અચાનક આગ ભભૂકી : ઇંધણ ભરેલા 7 ટેન્કરમાં ભીષણ આગ લાગી : દોડધામ

હિસારથી ભટિંડા રિફાઈનરી તરફ જઈ રહેલી ક્રૂડ ઓઈલની માલગાડીમાં આગ લાગી :ઓઈલ લીકેજના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન :રેલવે દ્વારા તપાસ શરૂ

હરિયાણાના હિસારથી ભટિંડા રિફાઈનરી તરફ જઈ રહેલી ક્રૂડ ઓઈલની માલગાડીમાં શુક્રવારે રાત્રે અચાનક આગ લાગી ગઈ હતી. ઓઈલ લીકેજને કારણે માલગાડીમાં ભરેલા સાત ઓઈલ ટેન્કરમાં આગ લાગી હતી.

 સદનસીબે માલગાડીની નજીક કોઈ પેસેન્જર ટ્રેન ન હતી. નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. માલગાડીમાં આગ ભટિંડા સ્ટેશને પહોંચતા પહેલા જ લાગી હતી, પરંતુ ભટિંડા પહોંચ્યા બાદ તેની જાણ થઈ હતી.

  પોલીસ સ્ટેશન કેનાલ ઈન્ચાર્જ એસઆઈ હરજીવન સિંહે જણાવ્યું કે શુક્રવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે પંજાબ પોલીસના પીસીઆર કર્મચારીઓ પટિયાલા રેલવે ફાટક પાસે ઉભા હતા 

  અધિકારીએ કહ્યું કે અમારી પેટ્રોલિંગ ટીમને રેલ્વે ટ્રેક પર આગ લાગવાની માહિતી મળી, ત્યારબાદ તેઓએ કંટ્રોલ રૂમને જાણ કરી અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. હતી

આ દરમિયાન પોલીસ અધિકારીઓએ જોયું કે માલગાડી 'બર્નિંગ ટ્રેન'ની જેમ પાટા પર દોડી રહી હતી. તાત્કાલિક કંટ્રોલ રૂમ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી થોડી જ વારમાં આગ પર કાબુ મેળવ્યો હતો. રેલવે વિભાગના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે આગ કેવી રીતે લાગી તેની તપાસ કરવામાં આવશે. જો કોઈની બેદરકારી સામે આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

   અગાઉ, રેલવે તરફથી વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં બરેલી-વારાણસી એક્સપ્રેસ (ટ્રેન નંબર 14236) લાકડાના બ્લોક સાથે અથડાઈ હતી. સલામતી સુનિશ્ચિત કરવા માટે, ટ્રેન સેવાઓ લગભગ બે કલાક માટે બંધ કરવામાં આવી હતી અને ટ્રેક પરથી અવરોધ દૂર થયા પછી જ તેને ફરીથી શરૂ કરવામાં આવી હતી. 

સિનિયર સેક્શન એન્જિનિયર અજય કુમારે મલિહાબાદ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. કુમારે જણાવ્યું હતું કે મલિહાબાદ સ્ટેશન માસ્ટર પાસેથી માહિતી મળી હતી કે ડાઉન લાઇન પર કિલોમીટર માર્કર 1096/10 અને 1096/06 વચ્ચે ટ્રેનના એન્જિનમાં લાકડાની ડાળી ફસાઈ ગઈ હતી


 

(9:18 PM IST)