<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th October 2024

યુપી પેટાચૂંટણીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખુદ સંભાળશે કમાન : બહારથી કોઈ મોટો નેતા નહીં આવે

પાર્ટીએ પ્રચાર માટે બહારથી કોઈ મોટા નેતાને બોલાવ્યા નથી ; ભાજપે મીરાપુર બેઠક રાષ્ટ્રીય લોકદળને આપી

 ઉત્તર પ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાજપના સ્ટાર પ્રચારક હશે. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક, પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરી અને મહામંત્રી ધરમપાલ પણ વિવિધ બેઠકો પર પ્રચાર કરશે. હાલમાં પાર્ટીએ પ્રચાર માટે બહારથી કોઈ મોટા નેતાને બોલાવ્યા નથી. ભાજપે રાજ્યની ફુલપુર, કટેહારી, કુંડારકી, ગાઝિયાબાદ, ખેર, કરહાલ, સિસામાઉ અને મઝવાન બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. ભાજપે મીરાપુર બેઠક રાષ્ટ્રીય લોકદળને આપી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચૂંટણીની કમાન પોતાના હાથમાં લીધી છે.


 

(10:32 PM IST)