<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th October 2024

મહારાષ્ટ્ર ચૂંટણી માટે કોંગ્રેસના 16 ઉમેદવારોની બીજી યાદી જાહેર: જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

પૃથ્વીરાજ ગુલાબરાવ પાટીલને સાંગલીથી, રાજેશ ભરતને કોલ્હાપુર ઉત્તરથી, સચિન સાવંતને અંધેરી પશ્ચિમથી અને દયાનંદ મોતીરામને ભીવંડી પશ્ચિમથી મેદાનમાં ઉતારાયા

મુંબઈ કોંગ્રેસે શનિવારે રાત્રે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે બીજી યાદી પણ બહાર પાડી. આ યાદીમાં 16 ઉમેદવારોના નામ છે. કોંગ્રેસે ગુરુવારે રાત્રે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તેની પ્રથમ યાદી જાહેર કરી. યાદી અનુસાર, પૃથ્વીરાજ ગુલાબરાવ પાટીલને સાંગલીથી, રાજેશ ભરત લટકરને કોલ્હાપુર ઉત્તરથી, સચિન સાવંતને અંધેરી પશ્ચિમથી અને દયાનંદ મોતીરામને ભીવંડી પશ્ચિમથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.


 

(11:16 PM IST)