<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th October 2024

દુશ્મનાવટથી કોઈને ફાયદો નહીં:ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ અંગે ભારતએ સંયમની વાત દોહરાવી

વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે સંબંધિત પક્ષકારોને સંયમ રાખવા અને વાતચીત તથા કૂટનીતિ મારફતે માર્ગ શોધવાનું આહવાન કરી છીએ

નવી દિલ્હી : ભારતે કહ્યું છે કે તે પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને શાંતિ તથા સ્થિરતા પર તેની અસર અંગે ચિંતિત છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ શત્રુતાથી કોઈને ફાયદો નહીં થાય.

મંત્રાલયે કહ્યું કે અમે સંબંધિત પક્ષકારોને સંયમ રાખવા અને વાતચીત તથા કૂટનીતિ મારફતે માર્ગ શોધવાનું આહવાન કરી છીએ. નિર્દોષ નાગરિકો અને બંધકોને પણ ઘણુ નુકસાન સહન કરવું પડી રહ્યું છે. અમે સતત ભારતીય સમુદાયોના સંપર્કમાં છીએ.

નવી દિલ્હી તરફથી આ પ્રતિક્રિયા ત્યારે આવી છે કે જ્યારે ઈઝરાયેલે શનિવારે ઈરાનના સૈન્ય અડ્ડાઓ પર હુમલા કર્યાં. તેને પગલે બન્ને દેશ વચ્ચે નવેસરથી યુદ્ધના મંડાણ થવાની શક્યતા છે. IDFના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ ડેનિય હૈગરે કહ્યું કે ઈઝરાયેલી વાયુ સેનાના સહયોગથી કરવામાં આવેલ હુમલા 1લી ઓક્ટોબરના બેલેસ્ટિક મિસાઈલથી કરાયેલા હુમલાનો જવાબ છે.

ભારતમાં ઇઝરાયેલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ કહ્યું કે અમારી સાથે રમત રમો. ઈઝરાયેલ પશ્ચિમ એશિયાના કોઈપણ સ્થળે પહોંચી શકે છે. ઈરાનના હુમલા પર ઈઝરાયેલની પ્રતિક્રિયાનો ઉલ્લેખ કરતા શોશાનીએ કહ્યું કે અમે ટૂંક સમયમાં પરિણામ જોઈશું.

તેમણે કહ્યું કે સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે.ભલે તે દૂર હોય કે નજીક.અમે લક્ષ્યાંકને ચોક્કસ હિટ કરી શકીએ છીએ.અમે ઈરાનમાં સૈન્ય લક્ષ્યાંકોને સીધા નિશાન બનાવ્યા. અમારા દૃષ્ટિકોણથી આ મુદ્દો હવે ઈરાન સાથે પૂરો થયો છે.મને આશા છે કે તેઓ બદલો લેવાની ભૂલ નહીં કરે. ઈઝરાયેલ પશ્ચિમ એશિયામાં સુરક્ષા અને શાંતિ લાવવા માટે પ્રતિબદ્ધ છે.

(11:51 PM IST)