<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

જમ્મુ કાશ્મીરમાં નવા ૬૦૦ સૈનિકોની કરાઈ ભરતી

આતંકવાદી ઘટનાઓને લઈને BSFની મોટી તૈયારીઃ બોર્ડર પર બનતી આતંકવાદી ઘટનાઓ અને ઘૂસણખોરીને લઈને BSF એક્શનમાં આવી છે

જમ્મુ, તા.૨૭,

જમ્મુ કાશ્મીરમાં ૬૨૮ નવા સૈનિકોની ભરતી કરવામાં આવી છે. બોર્ડર પર બનતી આતંકવાદી ઘટનાઓ અને ઘૂસણખોરીને લઈને BSF એક્શનમાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાને લઈને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, નિયંત્રણ રેખા (LoC) પર ઘૂસણખોરી વિરોધી ગ્રીડ ખૂબ જ મજબૂત છે અને સુરક્ષા દળો શિયાળાની મોસમ પહેલા ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવશે. સેના ખતરાનું વિશ્લેષણ કરી રહી છે અને એ નક્કી કરવા માટે પગલાં ઉઠાવી રહી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને.

BSFના કાશ્મીર ફ્રન્ટિયરના ઈન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે પત્રકારોને સાથેની વાતચીતમાં કહ્યું કે, 'શિયાળા પહેલા ઘૂસણખોરીના પ્રયાસો વધી જાય છે, પરંતુ સેનાના સંકલનથી LoC પર ગ્રિડ ખૂબ મજબૂત છે અને અમે એ નક્કી કરીશું કે ઘૂસણખોરીના કોઈ પણ પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવે.'

ગાંદરબલ અને ગુલમર્ગમાં હાલમાં આતંકવાદી ઘટનાઓને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું કે, 'ગાંદરબલ આતંકવાદી હુમલામાં સાત લોકોના મોત થયા હતા. જ્યારે ગુલમર્ગમાં સેનાના બે જવાન શહીદ થયા હતા. તેની સાથે બે કુલીના પણ મોત થયા હતા. સેના એકબીજા સાથે સંકલનમાં કામ કરી રહી છે. અમે સંકટોનું વિશ્લેષણ કરીએ છીએ અને એ નક્કી કરવાનો પ્રયાસ કરીએ છીએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને.'

આ પહેલા, BSFના સહાયક તાલીમ કેન્દ્રમાં ચાર ભરતી બેન્ચોના પાસિંગ આઉટ પરેડ અને સત્યાપન સમારોહનું આયોજન થયું, જેમાં ૬૨૯ સૈનિક નવા ભરતી દળમાં સામેલ થયા. બોર્ડર સુરક્ષા પડકારો અને કાયદો વ્યવસ્થાની ડ્યૂટી માટે તૈયાર થવા માટે ભરતી કરાઈ.

આ અવસરે મુખ્ય અતિથિ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પરેડનું નિરીક્ષણ કર્યું અને ભરતી થયેલા જવાનોના આત્મવિશ્વાસ, કૌશલ્ય અને સંકલનના પ્રદર્શનના વખાણ કર્યા. ઉપરાજ્યપાલે ભરતી થયેલા જવાનોનોના સાહસ, ઉત્સાહની સાથે દેશની સેવા કરવા માટે પ્રોત્સાહિત કર્યા. ૪૪ અઠવાડિયાના તાલીમ કાર્યક્રમના ભરતી થયેલા જવાનોને અલગ અલગ હથિયારો સંભાળવા, ફાયરિંગ શીખવવા, બોર્ડર નિયમો, શારીરિક કાર્યક્ષમતા અને ધીરજ, ફીલ્ટ ક્રાફ્ટ અને રણનીતિ, આતંકવાદ, વિદ્રોહ, કાયદા અને વ્યવસ્થા અને માનવાધિકારોમાં કાર્યક્ષમતા શીખવી.

(11:04 AM IST)