<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

મણિપુરનાં કૌત્રુક અને બિષ્‍ણુપુર જીલ્‍લામાં ફુંકી ઉગ્રવાદીઓનો ગોળીબારઃ ડ્રોન હુમલો

ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્‍યોઃ ૪ કલાક સામસામે ગોળીબાર

ઇમ્ફાલ: નોર્થ ઇસ્ટ ભારતનું રાજ્ય મણીપુર છેલ્લા દોઢ વર્ષથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના શાંતિ સ્થપાઈ હોવાના દાવા છતાં અવારનવાર હિંસાની ઘટનાઓ બનતી રહે છે. શનિવારે રાત્રે મણિપુરમાં બે અલગ-અલગ સ્થળોએ બોમ્બ વિસ્ફોટ અને ગોળીબારની ઘટના બની હતી, આજે રવિ વારે અધિકારીઓએ આ ઘટનાઓની પુષ્ટિ કરી હતી.

અહેવાલ મુજબ, ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કૌત્રુક અને બિષ્ણુપુર જિલ્લાના ત્રોંગલાઓબીમાં આ ઘટનાઓ બની હતી. ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લા પોલીસના જણાવ્યા મુજબ કે કુકી ઉગ્રવાદીઓએ અત્યાધુનિક હથિયારો અને બોમ્બનો ઉપયોગ કરીને કૌત્રુક ચિંગ લેઇકાઇ ગામમાં સાંજે 7 વાગ્યાની આસપાસ હુમલો કર્યો હતો. આ વિસ્તારમાં તૈનાત સેનાએ જવાબી કાર્યવાહી કરી, જેના પરિણામે બંને પક્ષે ભારે ગોળીબાર થયો હતો. ચાર કલાક સુધી ગોળીબાર ચાલુ રહ્યો.

(3:14 PM IST)