તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 27th October 2024
શું વર્ષ 2025માં આવશે ભયંકર તબાહી ?: વ્યાપક વિનાશ અને વસ્તીમાં નુકશાન થશે :બાબા વેંગા, નોસ્ત્રાદમસની ભવિષ્યવાણી
બાબા વેંગાએ 9/11ના આતંકવાદી હુમલા, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ, ચેર્નોબિલ દુર્ઘટના અને બ્રેક્ઝિટ જેવી મોટી વિશ્વ ઘટનાઓની આગાહી કરી હોવાનું કહેવાય છે.

નવી દિલ્હી :ભવિષ્યવાણી અંગે સામાન્ય રીતે વિશ્વાસ નહીં કરવા સલાહ આપવામાં આવે છે અને તેને અંધવિશ્વાસ માનવામાં આવે છે. જોકે, કેટલાક ભવિશ્યવક્તા એવા પણ છે કે જેમની આજે પણ કરવામાં આવેલી ભવિષ્યવાણી એકદમ સાચી સાબીત થઈ છે. આ સંજોગો દુનિયાને વિચાર કરવા માટે મજબૂર કરી દીધી છે કે શું ખરેખર તેમણે જે ભવિષ્ય જોયું હતું તે હવે એક સંયોગ છે.
બાબા વેંગા અને નોસ્ત્રાદમસ (Nostradamus) બે એવા ભવિશ્યવેતા છે કે જેમના દ્વારા કરવામાં આવેલ મોટાભાગની ભવિષ્યવાણી આજે હકીકતમાં જોવા મળી છે. ખાસ વાત એ હતી કે તે બન્નેના જન્મની વચ્ચે ત્રણ સદીનું અંતર હતું, તેમ છતાં બન્નેની ભવિષ્યવાણીમાં અનેક સમાનતા જોવા મળી છે.
બાબા વેંગા બુલ્ગારિયાના રહેવાસી હતા. તેઓ વિશ્વના પ્રખ્યાત પ્રબોધકો પૈકી એક છે.વર્ષ 1996માં તેમનું અવસાન થયું. નોસ્ત્રાદમસ ફ્રાન્સના 16મી સદીના પ્રબોધક હતા. તે માત્ર એક ભવિષ્યવેતા જ નહીં પણ ડૉક્ટર અને શિક્ષક પણ હતા.તેમણે તેમની કવિતાઓ દ્વારા ભવિષ્યની ઘટનાઓ વર્ણવી હતી. તેને તેની સચોટ આગાહીઓ માટે યાદ કરવામાં આવે છે.
બાબા વેંગાએ 9/11ના આતંકવાદી હુમલા, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ, ચેર્નોબિલ દુર્ઘટના અને બ્રેક્ઝિટ જેવી મોટી વિશ્વ ઘટનાઓની આગાહી કરી હોવાનું કહેવાય છે. બાબા વેંગાની આગળની આગાહીઓ વિશે વાત કરવામાં આવે તો તેમણે વર્ષ 2025માં યુરોપમાં વિનાશક યુદ્ધની આગાહી કરી છે, જેમાં વ્યાપક વિનાશ અને નોંધપાત્ર વસ્તીના નુકશાન સાથે.
નોસ્ત્રાદમસે યુરોપ માટે ભયંકર ભવિષ્યની કલ્પના પણ કરી છે. તેમની વર્ષો જૂની ભવિષ્યવાણીઓ મહાદ્વીપોને ઘેરનારા ભીષણ યુદ્ધો અને દુષ્મનોથી પણ વધારે ભયાવહ પ્રાચીન પ્લેગના પુનરુત્થાનની વાત કરવામાં આવી છે. નાસ્ત્રેદમસે એમ પણ કહ્યું છે કે રશિયા-યુક્રેન સંઘર્ષ એકબીજા થાવી જવાથી પુરું થશે, એટલે કે બંને પક્ષો પાસે ઓછા સંસાધનો અને ઇચ્છા હશે.
એવી જ રીતે તેમણે બ્રાઝિલમાં વિનાશક કુદરતી આફતોની પણ આગાહી કરી છે, જેમાં જ્વાળામુખી ફાટી નીકળવો અને ગંભીર પૂરનો સમાવેશ થાય છે. આ આપત્તિઓ દૂરગામી પરિણામો લાવી શકે છે, સંભવિત રીતે વૈશ્વિક વ્યવસ્થાને ફરીથી આકાર આપી શકે છે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
