<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

કેન્દ્ર સરકારની પેંશનરોને મોટી ભેટ : 80 વર્ષથી વધારે ઉંમર ધરાવતા પેન્શનર્સને હવે અનુકંપા ભથ્થુ મળશે

પેન્શનધારકોને પેન્શનની સાથે વધારાના પેન્શન અથવા કરુણા ભથ્થાનો લાભ આપવામાં આવશે. સરકારે આ માટે નવી માર્ગદર્શિકા ઈશ્યુ કરી

નવી દિલ્હી : સરકારી કર્મચારીઓને રિટાયર્મેન્ટ બાદ પેન્શનનો લાભ મળે છે. સરકારે કેન્દ્રના કર્મચારીઓને દિવાળી અગાઉ એક ખાસ ભેટ આપી છે. સરકારની અધિસૂચના પ્રમાણે 80 વર્ષથી વધારે ઉંમર ધરાવતા પેન્શનર્સને હવે અનુકંપા ભથ્થુ મળશે. આ અંગેનું સર્ક્યુલર કોલ શિકાયત અને પેન્શન મંત્રાલયે ઈશ્યુ કર્યું છે.

મંત્રાલય દ્વારા ઈશ્યુ કરવામાં આવેલા પરિપત્ર પ્રમાણે 80 વર્ષથી વધુ ઉંમરના પેન્શનધારકોને સરકાર તરફથી વધારાના પેન્શનનો લાભ મળશે. સરકારે આ માટે નવી માર્ગદર્શિકા પણ ઈશ્યુ કરી છે. આ નવી માર્ગદર્શિકા દ્વારા સરકારે વધારાની પેન્શન આપવાની પ્રક્રિયાને સરળ બનાવી છે જેથી પેન્શનનું વિતરણ સરળ અને ઝડપી બને.

CCS (પેન્શન) નિયમ 2021ના નિયમ 44ના પેટા નિયમ 6ની જોગવાઈઓ પ્રમાણે પેન્શનધારકોને પેન્શનની સાથે વધારાના પેન્શન અથવા કરુણા ભથ્થાનો લાભ આપવામાં આવશે. નિયમો પ્રમાણે 80 થી 85 વર્ષની વય જૂથના પેન્શનધારકો મૂળભૂત પેન્શનના 20 ટકા માટે યોગ્ય છે.

જ્યારે 85 થી 90 વર્ષની વય જૂથના પેન્શનરોને 30 ટકા મળશે. એવી જ રીતે 90 થી 95 વર્ષની વયના પેન્શનધારકોને 40 ટકા અને 95 થી 100 વર્ષની વયના પેન્શનધારકોને 50 ટકા હિસ્સો મળશે. 100 વર્ષથી વધુ ઉંમરના સુપર સિનિયર પેન્શનરોને બેઝિક પેન્શનના 100 ટકા કરુણા ભથ્થા તરીકે મળશે.

તેને આ રીતે સમજો કે જો કોઈ પેન્શનર 81 વર્ષનો છે અને તેને 5,000 રૂપિયાનું પેન્શન મળી રહ્યું છે, તો તેને વધારાના પેન્શન તરીકે 1,000 રૂપિયા મળશે. તેવી જ રીતે, 85 થી 90 વર્ષની વય જૂથના પેન્શનરોને અનુકંપા ભથ્થા તરીકે 1,500 રૂપિયા મળશે.

(6:52 PM IST)