<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

ત્રણ ઇન્ડિયન એરલાઇન્સની 50 ફ્લાઇટને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળી : તમામ નકલી નીકળી

છેલ્લા 14 દિવસમાં 350થી વધુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી ચુકી છે

નવી દિલ્હી :ત્રણ ઇન્ડિયન એરલાઇન્સની 50 ફ્લાઇટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે જેમાં ઇન્ડિગોની 18, વિસ્તારાની 17 અને અકાસાની 15 ફ્લાઇટ સામેલ છે. આ રીતે છેલ્લા 14 દિવસમાં 350થી વધુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી ચુકી છે. જોકે, તપાસમાં આ તમામ ધમકી ફેક નીકળી છે.

કેન્દ્ર સરકારે આ ધમકીઓને લઇને કડક વલણ અપનાવ્યું છે. IT મિનિસ્ટ્રીએ 26 ઓક્ટોબરે એડવાઇઝરી જાહેર કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કહ્યું કે જો તે આવી ખોટી સૂચનાઓને તરત જ નથી હટાવતા તો તેમને IT એક્ટ હેઠળ મળતી ઇમ્યુનિટી રદ કરવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે આવી સૂચનાઓને તરત જ હટાવી તેની જાણકારી સંબંધિત અધિકારીઓને આપવી પડશે.

છેલ્લા કેટલાક દિવસમાં વિમાનમાં મળતી ધમકીઓને કારણે એરલાઇન્સ સર્વિસ પ્રભાવિત થઇ છે. એવિએશન મિનિસ્ટ્રીને 600 કરોડ કરતા વધુનું નુકસાન થયું છે.

(7:44 PM IST)