તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 27th October 2024
દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ ખૂબ જ ખરાબ, કેજરીવાલનું કામ કૌભાંડો દ્વારા પૈસા કમાવવાનું છે : ભાજપના પ્રહાર
કેજરીવાલ પોતાના મોટા બંગલા અને હોટલમાં 40 પ્યુરીફાયર લગાવી શકે છે પરંતુ ઝૂંપડપટ્ટીમાં રહેતી વ્યક્તિનું શું,

નવી દિલ્હી : દિલ્હીમાં પ્રદુષણની સ્થિતિ પર ભાજપે કેજરીવાલ પર પ્રહાર કર્યા છે ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું, “દિલ્હીમાં પ્રદૂષણ જીવલેણ સ્તરે છે. 2015 થી, તેઓ (અરવિંદ કેજરીવાલ) કહેતા આવ્યા છે કે તેઓ યમુનામાં ડૂબકી મારશે પરંતુ આજ સુધી તેમણે યમુનામાં ડૂબકી મારી નથી કારણ કે નદી ગંદી છે અને પ્રદૂષણને કારણે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.
તેમણે વધુમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલ પોતાના મોટા બંગલા અને હોટલમાં 40 પ્યુરીફાયર લગાવી શકે છે પરંતુ ઝૂંપડપટ્ટીમાં રહેતી વ્યક્તિનું શું, જે ગરીબ વ્યક્તિ એર પ્યુરીફાયર લગાવી શકતા નથી તેનું શું? અરવિંદ કેજરીવાલ સમજી શકશે નહીં કારણ કે અરવિંદ કેજરીવાલ માત્ર એક વ્યક્તિનો પક્ષ બની ગયો છે, તેમનું કામ દારૂના કૌભાંડો કરીને પૈસા કમાવવાનું છે, તેમનું કામ જનતાની સેવા કરવાનું નથી.
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
