News of Sunday, 27th October 2024
ઝારખંડમાં શિબુ સોરેનની વહુનું અપમાન થયુંઃ આદિવાસી પ્રજા ચૂંટણીમાં પાઠ ભણાવશે :સીએમ હિમંતા બિસ્વા સરમા
આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે ઈરફાન અંસારીએ સીતા સોરેન વિરુદ્ધ જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તેની અમારી પાર્ટી નિંદા કરે છે

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે ઈરફાન અંસારીએ સીતા સોરેન વિરુદ્ધ જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તેની અમારી પાર્ટી નિંદા કરે છે પરંતુ હું હેમંત સોરેનની ભાભી વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવા બદલ નિંદા કરવા માંગુ છું નિવેદન આપનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સીએમ સોરેન માટે આદિવાસીઓનું સન્માન કંઈ નથી. શિબુ સોરેનની વહુનું અપમાન થાય છે અને હેમંત સોરેન કંઈ બોલતા નથી. આદિવાસી પ્રજા તેમને ચૂંટણીમાં પાઠ ભણાવશે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
