News of Monday, 28th October 2024
નાણાકીય વર્ષના અંત સુધીમાં ITR ફાઇલ કરનારા લોકોની સંખ્યા ૯ કરોડને પાર કરી શકે છે
જો સરકાર ૮ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને ટેકસ ફ્રી કરવાનો નિર્ણય લે છે તો : ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરનારા લોકોની સંખ્યા દર વર્ષે વધી રહી છે

નવી દિલ્હી, તા.૨૮: ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરનારા લોકોની સંખ્યા દર વર્ષે વધી રહી છે. આ વર્ષે લગભગ ૭.૩ કરોડ લોકોએ ITR ફાઈલ કર્યું છે અને માર્ચ ૨૦૨૫ સુધીમાં આ સંખ્યા ૯ કરોડને પાર કરી શકે છે. જો સરકાર ૮ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય લે છે તો આ આંકડો વધુ ઝડપથી વધી શકે છે. એક અહેવાલ મુજબ, આ છૂટની માંગ વેગ પકડી રહી છે અને એવી સંભાવના છે કે સરકાર ૬૦ થી ૮૦ વર્ષની વયના વરિષ્ઠ નાગરિકોને આ રાહત આપી શકે છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ઈકોનોમિક ડિપાર્ટમેન્ટના રિસર્ચ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જો સરકાર આકારણી વર્ષ ૨૦૨૪-૨૫માં આઈટીઆરની સંખ્યામાં વધારો કરવા ઈચ્છે છે, તો તેણે આવા પગલાં લેવાની જરૂર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો વરિષ્ઠ નાગરિકોને આ છૂટ આપવામાં આવશે તો રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે. એવો અંદાજ છે કે આ વર્ષે લગભગ ૨ કરોડ વધુ ITR ફાઈલ કરવામાં આવશે, જેના કારણે નાણાકીય વર્ષના અંત સુધીમાં આ સંખ્યા ૯ કરોડને પાર કરી શકે છે. આવતા વર્ષે આ આંકડો ૧૦ કરોડને પાર કરી શકે છે.
રિપોર્ટ અનુસાર, મૂલ્યાંકન વર્ષ ૨૦૨૨માં કુલ ૭.૩ કરોડ ત્વ્ય્ ફાઈલ કરવામાં આવ્યા હતા, જે મૂલ્યાંકન વર્ષ ૨૦૨૪માં વધીને ૮.૬ કરોડ થઈ ગયા છે. નિયત તારીખ પછી ITR ફાઇલ કરનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે, જે સ્પષ્ટ કરે છે કે લોકો સમયસર ITR ફાઇલ કરવાની શિસ્તનું પાલન કરી રહ્યા છે. આવકવેરા વિભાગે પ્રક્રિયા અને ફોર્મને પણ સરળ બનાવ્યા છે, જેનાથી ITR ફાઇલ કરવાનું સરળ બન્યું છે. રિપોર્ટમાં એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે સરકારે TDS કપાતના અવકાશમાં સુધારો કરવો જોઈએ અને TDS પ્રમાણપત્રમાં પણ ફેરફાર કરવો જોઈએ.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
