<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

બારામતીના લોકો મને સારા મતોથી જીતાડશેઃ અજિત પવારનો આશાવાદ

એનસીપીના ઉમેદવાર અજિત પવારે કહ્યું કે દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે.

મુંબઈ : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માહોલ જામતો જાય છે, રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે

   દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અને બારામતી વિધાનસભા બેઠક પરથી એનસીપીના ઉમેદવાર અજિત પવારે કહ્યું કે દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે. જ્યારે પણ મારી સામે કોઈ ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવે છે ત્યારે હું તેને મજબૂત ઉમેદવાર માનું છું અને તે મુજબ પ્રચાર કરું છું. આ વખતે પણ બારામતીની જનતા મને સારા મતોથી જીતાડશે અને મને તેમનામાં પૂરો વિશ્વાસ છે.

(12:54 PM IST)