<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

શિયાળામાં ઝાકળવર્ષામાં અકસ્‍માત ન સર્જાય તે માટે રેલ્‍વે તંત્ર દ્વારા અત્‍યાધુનિક ઉપકરણનું નિર્માણ કર્યુ

ફોગ ડિવાઇસની મદદથી પાયલટને આગળનું હવામાન કેવું છે? તેની માહીતી આપશે

ચિતોડગઢ, તા., ર૮: ધુમ્‍મસની આરપાર જવા માટે રેલ્‍વેએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. શિયાળાના દિવસો દરમ્‍યાન રતલામ વિભાગની ટ્રેનો ફોગ ડિવાઇસથી સજ્જ હશે. જે પહેલાથી જ સિગ્નલ બતાવી દેશે. ડિસેમ્‍બરથી ફેબ્રુઆરી દરમ્‍યાન શિયાળાને કારણે ગાઢ ધુમ્‍મસનો સામનો કરવા માટે રેલ્‍વેએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ધુમ્‍મસની આરપાર લોકો પાયલટ સ્‍પષ્‍ટ જોઇ શકે તે માટે ફોગ ડિવાઇસની વ્‍યવસ્‍થા કરવામાં આવી રહી છે. ફોગ ડિવાઇસએ સુચના આપશે કે આગળ કેવા પ્રકારનુ઼ સિગ્નલ આવવાનું છે. સાથોસાથ તે લોકો પાયલટને આગામી સિગ્નલ વિષે કેટલાક મીટર પહેલા જ જાણકારી આપવાનું શરૂ કરી દે છે. આનાથી ગાડીની ગતિને નિયંત્રીત કરવામાં પાયલટને મદદ મળશે.

(5:55 PM IST)