<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

સંભાજીનગર સેન્ટ્રલમાંથી ઉદ્ધવ ઠાકરેના ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચી લીધું: શિંદેને આપ્યું સમર્થન

તેમણે કહ્યું કે આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં MVA મોટા માર્જિનથી હારી જશે.

મહારાષ્ટ્રમાં ચૂંટણીના ગરમાવો વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સંભાજીનગર સેન્ટ્રલમાંથી ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. એટલું જ નહીં નામ પાછું ખેંચ્યા બાદ સીએમ એકનાથ શિંદેને સમર્થન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરે માટે આ મોટોઝટકો છે.

સંભાજીનગર સેન્ટ્રલના કિશનચંદ તનવાનીએ પણ પોતાનું નામ પાછું ખેંચી લેતા મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં MVA મોટા માર્જિનથી હારી જશે.

 

કિશનચંદ તનવાનીએ પ્રેસ કોન્ફરન્સ કરીને નામ પાછું ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો છે જ્યારે ઉમેદવારી પત્ર ભરવામાં માત્ર એક દિવસ બાકી છે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબરે પૂરી થાય છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આ પાછળનું કારણ શું છે ? કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના બીજા ઉમેદવારને મેદાનમાં ઉતારશે.

(8:08 PM IST)