<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

જીએસટીમાં ટીડીએસ લેવાની સુવિધા આખરે પોર્ટલ પર શરૂ

નિયમ લાગુ કરાયાના ૨૦ દિવસ પછી સેવા કાર્યરત

મુંબઇ,તા. ૨૯: ભંગારના વેપારીએ ૨.૫૦ લાખથી વધુની ખરીદી કરી હોય તેવા કિસ્‍સામાં જીએસટી ભરવાની સાથે સાથે બે ટકા ટીડીએસ ભરવાનો પણ નિયમ લાગુ કરવામાં આવ્‍યો હતો. પરંતુ ટીડીએસ નંબર લેવાની સુવિધા શરૂ કરવામાં આવી નહોતી. જોકે ૨૦ દિવસ પછી પોર્ટલ પર સુવિધા કાર્યરત કરી દેવામાં આવી છે.

જીએસટી વિભાગે ભંગારના વેપારીઓએ ટીડીએસ નંબર કેવી રીતે લેવાનો તે માટેની સુવિધા શરૂ કરવાની સાથે નંબર લેવા માટે કેવા પ્રકારની કાર્યવાહી કરવાની રહેશે તેની પણ વિગતો જાહેર કરી છે. વેપારી દ્વારા પાન નંબર નાંખવામાં આવ્‍યા બાદ અધર નામનું ઓપ્‍શન કલીક કરવાનું રહેશે. તેમાં વેપારીએ વિગતો રજૂ કરવાથી જીએસટીનો ટીડીએસ નંબર સરળતાથી મળી શકશે. આ સુવિધા શરૂ કરવામાં આવ્‍યા બાદ હવેથી ભંગારના વેપારીએ ભંગારની ખરીદ કે વેચાણ કરતી વખતે જીએસટીની સાથે ટીડીએસ પણ જમા કરાવવાનો રહેશે. જોકે ભંગાર પર ૧૮ જીએસટી વસૂલાત કરવામાં આવે છે. પરંતુ ૨.૫૦ લાખથી વધુના ખરીદ વેચાણમાં ટકા જીએસટી અને બે ટીડીએસ ભરવાનો ૧૬ રહેશે. તેના કારણે વેપારી પર વધારાનું આર્થિક ભારણ નહીં આવે પરંતુ રિટર્ન ભરવાની માથાકૂટમાં ચોક્કસ વધારો થવાનો છે.

ભંગારના વેપારીઓ પર નજર રાખવા માટે જીએસટી ઉપરાંત બે ટકા પ્રમાણે ટીડીએસની ચુકવણી કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્‍યો છે. તેમાં પણ ૨.૫૦ લાખથી વધારે માલનું વેચાણ અને ખરીદ કરનારાઓ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. જોકે આ માટે વેપારીએ વધારાના નાણાંની ચુકવણી કરવાની નથી પરંતુ જે રકમ જીએસટી પેટે જમા કરાવે તેમાંથી જ બે ટકા રકમ ટીડીએસ પેટે જમા કરાવવાની રહેશે. આ નિયમ લાગુ કરવામાં આવ્‍યાના પંદર દિવસ પછી પણ સુવિધા જીએસટી પોર્ટલ આપવામાં આવી નહીં હોવાની  ફરિયાદ ઊઠી હતી.

(10:04 AM IST)